Water Benefits : શરીરને જરૂરી છે એટલી માત્રામાં પાણી પીઓ છો ? જો જવાબ ના છે તો આ વાંચો

જો તમે દિવસમાં ઓછું પાણી પીઓ છો તો તમારા શરીરમાં મોટી અને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પાણીની થોડી અથવા ખૂબ ઓછી માત્રા તમારા શરીર માટે ઘણી બીમારીઓનું જોખમ વધારવાનું કામ કરે છે.

Water Benefits : શરીરને જરૂરી છે એટલી માત્રામાં પાણી પીઓ છો ? જો જવાબ ના છે તો આ વાંચો
Water Benefits
| Edited By: | Updated on: Jul 08, 2022 | 1:41 PM

શું તમે એક દિવસમાં શરીરને જેટલું જરૂરી છે એટલું પાણી (Water) પીવો છો? ઘણા લોકો જવાબ આપશે કે હા, કેટલાક કહેશે કે કદાચ એટલું પાણી નહીં પીવાતું હશે. ઘણા લોકો તેમનો આખો દિવસ ખૂબ ઓછું પાણી પીને વિતાવે છે. જ્યારે આવું કરવાથી તમારા માટે આમ તો કોઈ ખતરો નથી. પણ ખાસ ધ્યાન એ રાખો કે હવે જ્યારે તમને તરસ લાગે ત્યારે થોડું નહિ, પરંતુ આખો ગ્લાસ પાણી પી લો. કારણ કે આમ ન કરવાથી તમારા આરોગ્ય (Health) માટે મોટી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ કે ઓછું પાણી પીવાના ગેરફાયદા શું છે ?

જો તમે દિવસમાં ઓછું પાણી પીઓ છો તો તમારા શરીરમાં મોટી અને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પાણીની થોડી અથવા ખૂબ ઓછી માત્રા તમારા શરીર માટે ઘણી બીમારીઓનું જોખમ વધારવાનું કામ કરે છે. ઓછું પાણી પીવાથી તમને આ તકલીફ થઇ શકે છે.

-કિડની પર નકારાત્મક અસર
-UTIની સમસ્યા
-શરીરમાં ઝેરનું સંચય
-સાંધા અને સ્નાયુઓની સમસ્યા
-શરીરમાં પાણીની ઉણપ

પાણી પીવું શરીર માટે કેમ મહત્વનું છે?

દરેક વ્યક્તિએ પોતાના શરીર પ્રમાણે યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવું જ જોઈએ. યોગ્ય માત્રામાં પાણી પીવાથી તમને આ ફાયદા મળી શકે છે:

  1. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે.
  2. શરીરના કોષો યોગ્ય રીતે કામ કરે છે.
  3. તમારુ પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
  4. પેટમાં કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  5. શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે.
  6. કિડની સંબંધિત રોગોનું જોખમ ઓછું રહે છે.
  7. સાંધાઓ અને સ્નાયુઓમાં લુબ્રિસિટી રહે છે.
  8. શરીરનું તાપમાન બરાબર રહે છે.
  9. ત્વચા પણ સ્વસ્થ રહે છે.

પાણી પીવાનું મન કેમ નથી થતું?

પાણી ન પીવા પાછળનું સૌથી મોટું કારણ એ હોઈ શકે છે કે જ્યારે આપણે ધીમે ધીમે વૃદ્ધ થવા માંડીએ છીએ ત્યારે આપણા શરીરમાં પાણીની ઉણપને કારણે પ્રવાહીનો ભંડાર સંકોચાઇ જવા લાગે છે, જેના કારણે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી જાય છે. ડાયાબિટીસ અને ડિમેન્શિયા જેવી આરોગ્ય સમસ્યાઓમાં, પાણીના અભાવની સમસ્યા વધી જાય છે. ઘણા લોકોને પાણીના અભાવે ખોરાકમાં સ્વાદ પણ નથી લાગતો. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આ ટિપ્સ ફોલો કરીને શરીર માટે પાણીની માત્રા વધારી શકો છો.

  1.  તમે એક દિવસમાં કેટલું પાણી પીવા માંગો છો તેનો ટાર્ગેટ નક્કી કરો.
  2. બીઝી લોકો 2-3 પાણીની બોટલ પોતાની સાથે રાખે છે અને થોડા સમયની વચ્ચે વચ્ચે પાણી પીતા રહે છે.
  3. જો તમે પાણી પીવાનું ભૂલી જાઓ છો, તો મોબાઈલમાં એલાર્મ કે રિમાઇન્ડર સેટ કરો.
  4. એક જ સમયે કે ઉભા રહીને પાણી પીવાનું ટાળો, તેના બદલે નાની નાની ચુસ્કી લઈને પાણી પીવો.
  5. પાણીનો સ્વાદ વધારવા માટે તેમાં કાકડી, લીંબુ, સ્ટ્રોબેરીના ટુકડા ઉમેરી શકાય છે.
  6. પાણીથી ભરેલો ખોરાક કે ફળ ખાઓ.
  7. કંઈપણ ખાતા પહેલા 1 ગ્લાસ પાણી જરૂર પીવો.
  8. નાહતા પહેલા અને પછી એક ગ્લાસ પાણી અવશ્ય પીવો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી