AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid: શું તમારા શરીરમાં પણ વધી ગયુ છે યૂરિક એસિડ, જાણો તેનું કારણ

ચિંતાની વાત એ છે કે હવે 30થી 40 વર્ષની ઉંમરમાં પણ યુરિક એસિડ વધવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ખરાબ ખાવાની આદતો તેનું મુખ્ય કારણ છે. આવી સ્થિતિમાં ખાણીપીણીની આદતો પર ધ્યાન આપવાની જરૂર છે.

Uric Acid: શું તમારા શરીરમાં પણ વધી ગયુ છે યૂરિક એસિડ, જાણો તેનું કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 4:16 PM
Share

Health News: જો તમારા શરીરમાં યુરિક એસિડ (Uric Acid) વધે છે તો તે ઘણા રોગોનું કારણ બને છે. જેના કારણે આર્થરાઈટિસ, ત્વચાની લાલાશ, સાંધામાં દુખાવો અને ગાઉટની સમસ્યા શરૂ થઈ જાય છે. તેથી યુરિક એસિડને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો તેને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે સંધિવા તરફ દોરી જાય છે. ચાલો પહેલા જાણીએ કે યુરિક એસિડ શું છે અને તે શા માટે વધે છે.

વરિષ્ઠ ચિકિત્સક ડૉ. કવલજીત સિંહના જણાવ્યા મુજબ જ્યારે કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતા ઘટી જાય છે, ત્યારે યુરિયા એસિડના રૂપમાં આપણા હાડકાંની વચ્ચેની સપાટી પર ભેગુ થવા લાગે છે. જેના કારણે ગાઉટની સમસ્યા થાય છે. જેના કારણે શરીરના સ્નાયુઓમાં સોજો આવી જાય છે. જેથી શરીરમાં દુખાવો રહે છે. આ દુખાવો ગરદન, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં થાય છે. કેટલાક લોકોની ત્વચા પણ લાલ થવા લાગે છે. થાકની સમસ્યા પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Monsoon Diseases: ચોમાસાની સિઝનમાં ડોક્ટરની આ ટિપ્સને અનુસરો, નહીં પડો બીમાર

ચિંતાની વાત એ છે કે હવે 30થી 40 વર્ષની ઉંમરમાં પણ યુરિક એસિડ વધવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ખરાબ ખાવાની આદતો તેનું મુખ્ય કારણ છે. આવી સ્થિતિમાં ખાણીપીણીની આદતો પર ધ્યાન આપવાની જરૂર છે.

યુરિક એસિડ વધવાના શું છે કારણો?

  1. ખરાબ આહાર
  2. ખરાબ જીવનશૈલી
  3. ડાયાબિટીસની દવાઓ લેવી
  4. રેડ મીટ અને સી ફૂડનું વધારે પડતુ સેવન
  5. ખૂબ જ કસરત કરવી

યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરવું

આ માટે તમારે તમારા આહારમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ડોકટરોના મતે યુરિક એસિડ ઘટાડવા માટે આહારમાં ફાઈબરનો સમાવેશ કરવો જરૂરી છે. તમારા આહારામાં ફાઈબર માટે લીલા શાકભાજી, આખા અનાજ અને ઓટ્સનો સમાવેશ કરી શકાય છે. આ સિવાય એ જરૂરી છે કે તમે બિનજરૂરી રીતે દવાઓ ન લો. જો ડોકટરોએ થોડા દિવસો માટે દવા લખી હોય તો તે સમય માટે જ લો. યોગ્ય અને સંતુલિત આહાર લેવો અને રેડ મીટનું વધારે પડતું સેવન ન કરવુ.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
g clip-path="url(#clip0_868_265)">