Health: સ્વસ્થ રહેવા માટે શાકાહારી લોકોએ આહારમાં પ્રોટીનથી ભરપૂર આ 7 શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ
શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પ્રોટીન મેળવવાનો એક સ્વસ્થ વિકલ્પ પ્રોટીનથી ભરપૂર ખોરાક છે. તમે આહારમાં પ્રોટીનથી ભરપૂર ઘણા પ્રકારના શાકભાજીનો સમાવેશ કરી શકો છો.
પ્રોટીન (Protein)એ શરીર માટે આવશ્યક પોષક તત્વ છે. પ્રોટીન શરીરના મોટાભાગના કોષોમાં હાજર હોય છે. ત્વચા, લોહી, હાડકાં અને સ્નાયુના વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. આહારમાં પ્રોટીન (Protein Diet) નો સમાવેશ કરવાનો એક આરોગ્યપ્રદ વિકલ્પ એ છે કે પ્રોટીનથી ભરપૂર શાકભાજીનું સેવન કરવું. પ્રોટીનથી ભરપૂર શાકભાજી શરીર માટે ફાયદાકારક છે. પ્રોટીન માટે તમે આહારમાં ઘણા પ્રકારના શાકભાજીનો સમાવેશ કરી શકો છો. તેમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો (vegetable)પણ સમાવેશ થાય છે. તે અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. ચાલો જાણીએ કે પ્રોટીનથી ભરપૂર કઈ શાકભાજીને તમે આહારમાં સામેલ કરી શકો છો.
પાલક
પાલક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક શ્રેષ્ઠ શાકભાજી છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બ્રોકોલી
બ્રોકોલી એ બહુ લોકપ્રિય શાકભાજી નથી. પરંતુ બ્રોકોલી ખાવાથી સારી માત્રામાં પ્રોટીન મળે છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે બ્રોકોલીનું સેવન સલાડના રૂપમાં પણ કરી શકો છો.
કોબીજ
કોબીજ મોટાભાગે સલાડ તરીકે ખાવામાં આવે છે. તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. 100 ગ્રામ તાજી કોબીજમાં લગભગ 1 થી 2 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. પ્રોટીનની ઉણપને પૂરી કરવાની સાથે તે પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારી છે.
મશરૂમ
પ્રોટીન મેળવવા માટે તમે મશરૂમનું સેવન પણ કરી શકો છો. મશરૂમ્સમાં ઠંડકની અસર હોય છે. તેનાથી શરીરની ગરમી દૂર થાય છે. મશરૂમમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે.
બટાકા
બટાકાનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં થાય છે. બટાટા પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. બટાકાની કઢી અને બાફેલા બટાકા ખાવાથી શરીરને પ્રોટીન સરળતાથી મળી રહે છે.
લીલા વટાણા
બટાકાની જેમ, વટાણા પણ મોટાભાગની શાકભાજીમાં ઉમેરવામાં આવે છે. લીલા વટાણામાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે અલ્ઝાઈમર, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ છે.
સોયાબીન
સોયાબીનને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. લીલી સોયાબીન પ્રોટીનની ઉણપને સરળતાથી પૂરી કરે છે. આ સિવાય સોયાબીનનું દૂધ, ટોફુ, સોયા સોસ અને સોયાબીનની પેસ્ટ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો-
Eye Care : કોમ્યુટર અને મોબાઈલ પર લાંબો સમય કામ કરવાથી જાણો આંખ પર કેવી અસર થાય છે
આ પણ વાંચો-