Weight Loss: આ 4 પ્રકારની રોટલી તમારી સ્થૂળતાને કંટ્રોલ કરશે, તેને તમારા ડાયટમાં સામેલ કરો
Weight Loss: વજન ઘટાડવું એ સરળ કામ નથી. આ માટે સખત મહેનતની જરૂર છે. આ સાથે આપણા આહારની પણ આપણા વજન (Weight Loss) પર અસર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે રોટલીથી પણ વજન ઘટાડી શકાય છે.
Obesity Problem: પોતાના વજન (Weight)ને કંટ્રોલ કરવા માટે તમે જિમથી લઈને ઘર સુધી તમામ પ્રકારના વર્કઆઉટ કરો છો. વજન ઓછું કરવું એ સમય લેતી પ્રક્રિયા છે, આથી ઘણા લોકો થાકી જાય છે અને પરેજી પાળતા હોય છે. ખાવાની ખોટી આદતો પણ વજન ન ઘટવાનું કારણ છે. જો આહાર યોગ્ય ન હોય તો જીમ દ્વારા પણ વજન ઓછું કરવું શક્ય નથી.
વજન ઓછું કરવા માટે એ જરૂરી છે કે તમે તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. આનાથી માત્ર પાચન જ નહીં, પરંતુ મેટાબોલિઝમ પણ મજબૂત બને છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કેટલીક એવી રોટલી છે જે તમારું વજન ઝડપથી ઘટાડી શકે છે. ચાલો જાણીએ તેમના વિશે.
જવની રોટલી
જવમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે.જવની રોટલી ખાવાથી તમરા કાર્બ્સ, પ્રોટીન, કોપર જેવા તમામ ન્યુટ્રીએન્સ શરીરને મળે છે.જે તમારા વજનને ધટાડવામાં ખુબ મદદગાર થઈ શકે છે.
રાગી રોટલી
રાગીને બાજરીની કેટેગરીમાં રાખવામાં આવે છે. આ એક બરછટ અનાજ છે. તેની રોટલી ખાવાથી વધેલા વજનને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. રાગીમાં આયર્નની સાથે પ્રોટીન અને ફાઈબર પણ મળી આવે છે. તમને જણાવી દઈએ કે રાગીની રોટલી ગ્લુટેન ફ્રી હોય છે, જેનાથી વજન વધતું નથી.
બાજરાના રોટલા
પોટેશિયમ, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબર જેવા ઘણા પોષક તત્વો બાજરીના રોટલામાં જોવા મળે છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરતા લોકો માટે બાજરીનો રોટલો ખૂબ જ અસરકારક છે.
જુવારની રોટલી
આ સિવાય જુવારની રોટલી તમારા શરીરમાં વધતી ચરબીને પણ ઘટાડી શકે છે. બાજરામાં થાઇમિન, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને આયર્ન જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલું જ નહીં, તેને ખાવાથી વજનને પણ ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો