Quit Smoking: નથી છૂટી રહી ધુમ્રપાનની આદત? અપનાવો આ સરળ સ્ટેપ્સ અને જુઓ પરિણામ

|

Aug 01, 2021 | 11:56 AM

કોરોનાના આ સમયમાં જેટલું બને તેટલું જલ્દી ધુમ્રપાન છોડો તો તમારા માટે જ સારું છે. ઘણી વખત નક્કી કર્યા બાદ પણ આ આદત છૂટતી નથી. ચાલો આજે જણાવીએ આ આદત છોડવા શું કરશો.

Quit Smoking: નથી છૂટી રહી ધુમ્રપાનની આદત? અપનાવો આ સરળ સ્ટેપ્સ અને જુઓ પરિણામ
Some simple steps which are useful for quit smoking

Follow us on

ધૂમ્રપાન (Smoking) અથવા તમાકુના (Tobacco) સેવનને કારણે કેન્સર અને અન્ય ઘણી બીમારીઓ થઈ રહી છે. તેમજ ઘણા અહેવાલો અનુસાર કોરોનામાં પણ ધુમ્રપાન કરનારા લોકોને વધુ જોખમ રહેલું છે. ઘણા લોકો આ સમયે ધુમ્રપાન છોડવા માંગતા હોય છે. પરંતુ તેમનાથી આ આદત છૂટતી નથી. ચાલો આજે તમને જણાવીએ કેટલાક સરળ ઉપાયો જેના થાકી તમે આ આદત છોડી શકશો.

અહીં ધૂમ્રપાન છોડવા માટેના સ્ટેપ

1. મોટીવેટેડ રહો

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

જો તમારે ધુમ્રપાન છોડવું (Quit Smoking) હશે તો હંમેશા આ ધ્યેય પર ટકી રહેવું પડશે. એટલું જ નહીં આ ધ્યેય સાથે રહેવા માટે તમારે મોટીવેશનની જરૂર પડશે. તો યાદ રાખો આ છોડીને તમે એક આકર્ષક શરીર પ્રાપ્ત કરી શકશો, હોઠના કાળા રંગથી છુટકારો મેળવી શકશો. તમારું જીવન અને જીવવાની રીત બદલાશે.

2. ધ્યેયો સેટ કરો, અને પ્રાપ્ત કરો

ઝીરો ધૂમ્રપાન પ્રાપ્ત કરવા માટે નાના લક્ષ્યો સેટ કરો. શરૂ કરવા માટે, તે એક સપ્તાહ અથવા દસ દિવસ માટે નક્કી કરો. આ લક્ષ્ય પ્રાપ્ત થાય તો તમે તમારી જાત ને જ “પુરસ્કાર” આપી શકો છો. ધીમે ધીમે આ સમય વધારો. જેમ કે એક અઠવાડિયાથી બે અઠવાડિયા. ત્યાર બાદ મહિનાથી લઈને વર્ષ સુધી તમે પહોંચી જશો. અને ધુમ્રપાન વગર તમને પોતાને જ એક “પુરસ્કાર” જેવું લાગશે.

3. વારંવાર પ્રયત્ન કરો

જો તમે એક વારમાં જ તમારા લક્ષ્ય સુધી પહોંચી ન શકો તો તે ઠીક છે. તમે એકવાર ઠોકર ખાઈ શકો છો, કદાચ બે વાર પરંતુ તેનાથી વધુ નહીં. એક ટાઈમતો તમે તમારી આદત સામે જીતી જશો. પરંતુ નાશીપાસ થઇને આને આદત ન બનવા દો.

4. એન્ટી-નિકોટિન ચ્વિંગમ લો

એક દિવસે નક્કી કરીને અચાનક ધૂમ્રપાન છોડવું મુશ્કેલ છે. એકવાર તમે તમારી જાતને મક્કમ કરી લો તો પછી એક દિવસ એવો આવશે જ્યારે ધૂમ્રપાન કરવાની ઇચ્છા થશે જ નહીં. આવી સ્થિતિમાં, તમે બજારમાં ઉપલબ્ધ એન્ટી-નિકોટિન ચ્વિંગમ લઈ શકો છો.

5. તમારા પ્રિયજનોને સહકાર આપવા માટે કહો

છોડવાનો પ્રયાસ કરતી વખતે, તમે મૂડ સ્વિંગ, બેચેની અને અન્ય તકલીફોમાંથી પસાર થઈ શકો છો. જો કે, તમારા કુટુંબને અને પરિવારને આ બાબતે તમારો સાથ આપવા કહો.

 

આ પણ વાંચો: વધુ પડતું મીઠું તમારા જીવનમાં લાવી શકે છે ખારાશ, આવા ગંભીર પરિણામ આવ્યા પહેલા ચેતી જજો

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક

Next Article