Sleeping tips: એસિડિટી, ગરદન અને કમરના દુખાવાથી પીડાવ છો ? તો આ સ્થિતિમાં ઊંઘવાની જરૂર છે

Sleeping positions tips: ગરદનના દુખાવા અને અન્ય સમસ્યાઓને પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા દૂર કરી શકાય છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે કયા હેલ્થ પ્રોબ્લેમ દરમિયાન કઈ સ્થિતિમાં ઊંઘવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Sleeping tips: એસિડિટી, ગરદન અને કમરના દુખાવાથી પીડાવ છો ? તો આ સ્થિતિમાં ઊંઘવાની જરૂર છે
Sleeping positions tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 6:46 AM

સ્વસ્થ રહેવા માટે, વ્યક્તિએ સંપૂર્ણ અથવા સારી ઊંઘ લેવી જોઈએ. ઓછી ઊંઘના કારણે લોકોને તણાવ, થાક ( tiredness relief tips ) અને અન્ય સમસ્યાઓ થવા લાગે છે. પૂરતી ઊંઘ ન લેવા પાછળનું કારણ ખોરાક અને નિષ્ક્રિયતા પણ હોઈ શકે છે. તમે કઈ સ્થિતિમાં ( sleeping positions tips ) સૂઈ રહ્યા છો, તે પણ ઘણું મહત્વનું છે. લોકો વિવિધ સ્થિતિઓમાં ઊંઘે છે, જેમાં તેમના પેટ પર સૂવું, તેમની પીઠના બળે અને તેમની બાજુ પર સૂવાનો સમાવેશ થાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે રાત્રે સૂવાની સ્થિતિમાં ( sleeping disorder ) ફેરફાર કરતા રહે છે. આ સિવાય કેટલાક લોકો એવા હોય છે જે શારીરિક સમસ્યાઓના કારણે સારી ઊંઘ નથી લઈ શકતા. તેમજ પીઠ, ગરદન અને એસિડિટી પણ અનિંદ્રાનું કારણ બને છે.

તેને દૂર કરવા માટે દવાઓ અને ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા પણ તેને દૂર કરી શકાય છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે કઈ હેલ્થ પ્રોબ્લેમ દરમિયાન કઈ સ્થિતિમાં સૂવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગરદનમાં દુખાવો

જે લોકોને ગરદનમાં દુખાવો રહે છે, તેમણે પેટ પર સૂવાનું ટાળવું જોઈએ. આવા લોકોએ તેમની પીઠ અથવા તેમની બાજુ પર સૂવું જોઈએ. ઉપરાંત, ગરદન નીચે ઓશીકું મૂકવાનું ભૂલશો નહીં.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પીઠનો દુખાવો

પીઠનો દુખાવો રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. આ દરમિયાન, તમારે તમારી પીઠ પર સૂવું પડશે, પરંતુ તમારા ઘૂંટણની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે. નિષ્ણાતોના મતે, આ કરોડરજ્જુના કુદરતી વળાંકને જાળવી રાખે છે. જો તમારે વધુ આરામ કરવો હોય તો ટુવાલનો રોલ બનાવો અને તેને તમારી કમર નીચે રાખો અને થોડીવાર સીધા સૂઈ જાઓ.

એસિડિટી દરમિયાન

બહારનો તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાથી એસિડિટી થવા લાગે છે. જો એસિડિટી રાત્રે શરૂ થાય છે, તો તે તમને આખી રાત ઊંઘવા દેતી નથી. આનાથી છુટકારો મેળવવા માટે સૂતી વખતે માથાની નીચે એક ઉંચું ઓશીકું મુકો અથવા પલંગનું માથું કોઈ રીતે ઉંચુ કરીને તે બાજુ પર સૂઈ જાઓ. આ પદ્ધતિથી રાહત મળી શકે છે.

ખભાનો દુખાવો

ખભાનો દુખાવો પણ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જ્યાં ખભામાં દુખાવો થતો હોય તે બાજુ પર ન સૂવું જોઈએ, કારણ કે આ પદ્ધતિથી દુખાવો વધુ વધી શકે છે. તમારી પીઠ પર સૂવાની આદત પાડો. જો તમને તમારી બાજુ પર સૂવું ગમે છે, તો આવા ઓશીકાનો ઉપયોગ કરો, જેનાથી શરીરને આરામનો અનુભવ થાય.

(નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયાના દિવસે બનાવો આ પરંપરાગત વાનગીઓ અને તહેવારનો માણો આનંદ

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">