Holi Celebration 2022: ધૂળેટી રમવામાં ગર્ભવતી મહિલાઓ આ બાબતોનું ધ્યાન રાખે, બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન ધૂળેટી રમવી સલામત છે, તેમ છતાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તબીબોના મતે ધૂળેટી રમતી વખતે કયા રંગોનો ઉપયોગ કરવો તેની ખૂબ કાળજી રાખવી જોઈએ.

Holi Celebration 2022: ધૂળેટી રમવામાં ગર્ભવતી મહિલાઓ આ બાબતોનું ધ્યાન રાખે, બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે
Pregnant women should be aware of these things while playing Holi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 2:26 PM

આજે દેશભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દરેક વ્યક્તિ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે હોળીની ઉજવણી (Holi celebration) કરે છે, જો કે સગર્ભા સ્ત્રીઓએ (Pregnant women) ધૂળેટી પર વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. ડોક્ટર્સનું કહેવું છે કે મહિલાઓની થોડી બેદરકારી પણ ગર્ભસ્થ બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, ગર્ભવતી મહિલાઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તેના અને બાળકના સ્વાસ્થ્ય (Health) ને કોઈ નુકસાન ન થાય. ડોક્ટરની સલાહ મુજબ મહિલાઓએ હાનિકારક રંગોનો ઉપયોગ કરવાને બદલે મહેંદી, પાલક, બીટરૂટમાંથી ઘરે બનાવેલા રંગોથી ધૂળેટી રમવી જોઈએ. ગુલાબ, મેરીગોલ્ડ વગેરે ફૂલોની પાંખડીઓમાંથી બનાવેલા રંગોથી ધૂળેટી રમી શકાય છે.

ક્લાઉડનાઈન હોસ્પિટલ, ગુરુગ્રામના ગાયનેકોલોજી વિભાગના ડૉ. રિતુ સેઠી સમજાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ અસરને કારણે તમામ સાંધા અને હાડકા શિથિલ થઈ જાય છે, રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે અને ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. ગર્ભાવસ્થા એક ખૂબ જ નાજુક સમયગાળો હોય છે અને આ જ કારણ છે કે આ સમય દરમિયાન કોઈપણ સખત પ્રવૃત્તિ ટાળવાની સલાહ અપાય છે. ભારે કામ કરવાથી અને હાનિકારક રંગોથી શરીરને ઈજા થઈ શકે છે, જેના કારણે બાળકમાં સમય પહેલા પ્રસૂતિ, કસુવાવડ અથવા જન્મજાત ખામી થઈ શકે છે.

રંગોનો ઉપયોગ કરવાનું ટાળો

ડૉ. અંજલિ કુમાર, ફાઉન્ડર, મૈત્રી વુમન્સ હેલ્થે જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન ધૂળેટીરમવી સલામત છે, તેમ છતાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ. હોળી રમતી વખતે કયા રંગોનો ઉપયોગ કરવો તેની ખૂબ કાળજી રાખવી જોઈએ. હોળીના રંગોમાં ઘણીવાર હાનિકારક પદાર્થોમાંથી બનેલા કૃત્રિમ રંગો હોય છે જે ત્વચા અને શ્વસનતંત્ર દ્વારા શોષાય છે. જે ઘણી ગંભીર પ્રતિક્રિયાઓ અને એલર્જીનું કારણ બની શકે છે. કેટલાક રંગો લોહીમાં પણ જઈ શકે છે અને બાળકના રક્ત પરિભ્રમણ સુધી પણ પહોંચી શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભીડમાં ન જાવ

મોટી ભીડમાં ધૂળેટી ન રમો કારણ કે તે લપસી જવાથી અથવા પડી જવાથી તમને ઈજા પહોંચાડી શકે છે. આ સિવાય ગર્ભવતી મહિલાએ હોળી પર ડાન્સ પણ ન કરવો જોઇએ. આમ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. જો તમને હોળી દરમિયાન ચક્કર, ઉબકા/ઉલ્ટી અથવા રંગોની ગંભીર એલર્જી હોય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. આ બાબતમાં બિલકુલ બેદરકાર ન રહો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Health Tips : સર્જરી પછી શરીરમાં થાય છે કેટલાક ફેરફારો, આ બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી

આ પણ વાંચો-

ખોરાકની કાળજી : ઘરમાં ખવાતો આ ખોરાક પણ જંક ફૂડ જેટલું જ પહોંચાડી શકે છે નુકશાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">