AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબજિયાતથી લઈને ડેન્ગ્યુ સુધી… પપૈયાના પાંદડાંનો રસ છે ‘સંજીવની જડીબુટ્ટી’, દર્દીઓએ આ પીણું દિવસમાં કેટલું પીવું જોઈએ?

ખરાબ ખાવા-પીવાની ટેવોને કારણે જો તમને વારંવાર કબજિયાત, ગેસ કે ત્વચાની સમસ્યા રહેતી હોય, તો આયુર્વેદ અનુસાર તેનું મુખ્ય કારણ નબળી પાચન શક્તિ છે. આવી સ્થિતિમાં પપૈયું અને ખાસ કરીને પપૈયાના પાંદડાંનો રસ સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. આ રસ માત્ર પાચનક્રિયા સુધારવામાં જ નહીં પણ ડેન્ગ્યુ જેવા ગંભીર રોગમાં ઝડપથી પ્લેટલેટ્સ વધારવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે.

કબજિયાતથી લઈને ડેન્ગ્યુ સુધી... પપૈયાના પાંદડાંનો રસ છે 'સંજીવની જડીબુટ્ટી', દર્દીઓએ આ પીણું દિવસમાં કેટલું પીવું જોઈએ?
| Updated on: Aug 19, 2026 | 6:43 PM
Share

જો તમને પણ કબજિયાતની સમસ્યા છે, વજન વધેલું રહે છે અથવા ત્વચાની કોઈ સમસ્યા છે, તો ‘પપૈયું’ તમારા સ્વાસ્થ્યને ફરીથી તંદુરસ્ત કરી શકે છે. સામાન્ય રીતે પીળા રંગના ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ફળોમાં વિટામિન C, વિટામિન A (બીટા-કેરોટીન), પોટેશિયમ અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. માત્ર પપૈયું જ નહીં, પપૈયાના પાંદડાંનો રસ પણ ફાયદાકારક હોય છે.

આયુર્વેદનો પ્રાચીન શ્લોક

રોગાઃ સર્વેઽપિ મન્દેઽગ્નૌ સુતરામુદરાણિ ચ। અજીર્ણાત્ મલિનૈશ્ચાનૈર્જાયન્તે મલસંચયાત્॥ (અષ્ટાંગહૃદયમ્, નિદાનસ્થાન 12.1)

આનો અર્થ એ છે કે, શરીરમાં તમામ પ્રકારના રોગો મંદ અગ્નિથી ઉત્પન્ન થાય છે, મંદ અગ્નિ એટલે કે તમારી નબળી પાચન શક્તિ. આમાં જેમને અપચાની સમસ્યા રહે છે, તેનાથી લિવર અને સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) પણ નબળા પડી શકે છે. જો તમારું પેટ સચોટ રીતે સાફ નહીં થાય, તો એ જ તમારી બીમારીઓનો પાયો બની જશે. તેથી પોતાની પાચનક્રિયાને સુધારવી અત્યંત જરૂરી છે.

પપૈયાના પાંદડાંમાં જોવા મળતા ગુણો

  1. મજબૂત પાચનતંત્ર
  2. ડેન્ગ્યુમાં લાભદાયક
  3. ફાઇબર અને એન્ઝાઇમ્સથી ભરપૂર
  4. પ્લેટલેટ્સ વધારે છે અને ઇમ્યુનિટી મજબૂત કરે છે
  5. વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો
  6. બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે
  7. એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ સોજો ઓછો કરે છે

ડેન્ગ્યુમાં પપૈયાના પત્તાનો જ્યુસ

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પપૈયામાં એલ્કલોઇડ, ગ્લાયકોસાઇડ, ટેનિન, સેપોનિન અને ફ્લેવોનોઇડ જેવા એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે ડેન્ગ્યુથી પીડિત દર્દી માટે ખૂબ ફાયદાકારક હોય છે. અનેક મેડિકલ રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, પપૈયાના પાંદડાં ડેન્ગ્યુમાં ફાયદાકારક છે.

પપૈયાના પાંદડાંનો રસ 2 કમ્પાઉન્ડ 1-beta-D-ribofuranosyl-3-ethynyl જેને ટેરિઆઝોલ (ETAR) અને 1-beta-Dribofuranosyl-4-ethynyl જેને ઇમિડાઝોલ કહેવાય છે, તેનાથી ભરપૂર હોય છે. આ ડેન્ગ્યુના વાયરસને આખા શરીરમાં ફેલાતા અટકાવે છે. સાથે જ ડેન્ગ્યુના દર્દીના ઘટી રહેલા પ્લેટલેટ્સને વધારવામાં પણ મદદ કરે છે.

પપૈયાના પત્તાનો જ્યુસ કેવી રીતે બનાવવો?

આના માટે તમારે 5-6 પપૈયાના પાંદડાંને સારી રીતે ધોઈને પીસી લેવાના છે. તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. પાંદડાંના મિશ્રણને ગળણી વડે ગાળી લો. હવે આ રસમાં લીંબુનો રસ અને ચપટી મીઠું ઉમેરો. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયાના પાંદડાંનો રસ બનીને તૈયાર છે.

ડેન્ગ્યુમાં કેટલી માત્રામાં પીવો પપૈયાના પાંદડાંનો રસ?

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, પપૈયાના પાંદડાંનો રસ પીવાથી લિવર અને આંતરડાંનું ફંક્શન સારું થઈ જાય છે. જો કે, તેની વધારે માત્રા એકસાથે લેવાથી ઉલટીઓ થવા લાગે છે. તેથી વધુ માત્રામાં પપૈયાના પાંદડાંનો રસ ન પીવો. આખા દિવસમાં 25 થી 50 ml જેટલો રસ લઈ શકાય છે.

Disclaimer: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી અને જાગૃતિ માટે આપવામાં આવી છે. તે કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ નથી. કોઈપણ રોગ, ડેન્ગ્યુ અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે પપૈયાના પાંદડાંનો રસ કે અન્ય કોઈ આયુર્વેદિક ઉપચાર શરૂ કરતા પહેલાં હંમેશાં તમારા તબીબ અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ અવશ્ય લો.

રાત્રે આખી ઊંઘ લીધા પછી પણ થાક અને આળસ અનુભવાય છે ? આ 4 લક્ષણો હોઈ શકે છે આયર્નની કમીનો સંકેત !

Follow Us
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">