AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitter Mouth : સવારે મોઢું કડવું લાગે છે? જાણો કઈ બીમારીનો હોઈ શકે છે સંકેત અને તેના 5 મુખ્ય કારણો

ક્યારેક, સવારે ઉઠ્યા પછી મોઢામાં કડવો સ્વાદ આવે છે. પાણી પીધા પછી પણ તેમાં કોઈ સુધારો થતો નથી અને આ ફક્ત એક વાર નહીં પરંતુ ઘણી વખત થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમારે તેનું કારણ જાણવું જોઈએ.

Bitter Mouth : સવારે મોઢું કડવું લાગે છે? જાણો કઈ બીમારીનો હોઈ શકે છે સંકેત અને તેના 5 મુખ્ય કારણો
Bitter MouthImage Credit source: AI Generated
| Updated on: Jul 07, 2026 | 11:53 AM
Share

ઘણા લોકોને સવારે ઊઠ્યા પછી મોઢામાં કડવાશ અનુભવાય છે. ઘણીવાર પાણી પીધા પછી પણ આ સમસ્યા દૂર થતી નથી. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો તેની પાછળના કારણો જાણવું જરૂરી છે. સવારે ઊઠતાની સાથે મોઢામાં કડવો સ્વાદ આવવો અથવા દિવસ દરમિયાન વારંવાર મોઢાનો સ્વાદ બગડી જવો સામાન્ય બાબત લાગી શકે છે. ઘણા લોકો તેને અવગણે છે. પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો તે શરીરમાં કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જોકે દરેક વખતે મોઢું કડવું લાગવું ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે.

એસિડ રિફ્લક્સની સમસ્યા

તમારા મોઢામાં કડવો સ્વાદ એસિડ રિફ્લક્સ અથવા ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ (પાચન સમસ્યા) રોગને કારણે થઈ શકે છે. આ સ્થિતિમાં પેટમાં એસિડ અન્નનળી મારફતે ઉપર આવે છે. જેના કારણે મોઢામાં કડવો અથવા ખાટો સ્વાદ આવી શકે છે.

નબળી મૌખિક સ્વચ્છતા અને દાંત

જો દાંત અને જીભને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. આનાથી શ્વાસમાં દુર્ગંધ અને કડવો સ્વાદ આવી શકે છે. તેથી તમારા દાંતને સારી રીતે બ્રશ કરવું જરૂરી છે.

લીવરની સમસ્યાઓ

જો લાંબા સમય સુધી મોઢું સતત કડવું રહે અને તેની સાથે પેટમાં દુખાવો, આંખો અથવા ત્વચા પીળી પડવી, ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો પણ હોય તો તે લીવર અથવા પિત્તાશય સંબંધિત સમસ્યાનું સંકેત હોઈ શકે છે.

દવાની આડઅસરો

કેટલીક એન્ટિબાયોટિક્સ, વિટામિન સપ્લિમેન્ટ્સ, બ્લડ પ્રેશર દવાઓ અને અન્ય દવાઓ મોઢામાં કડવો સ્વાદ પેદા કરી શકે છે. જો નવી દવા શરૂ કર્યા પછી આ સમસ્યા શરૂ થઈ હોય તો ડૉક્ટરની સલાહ લો.

ચેપ અથવા ઇન્ફેક્શન

શરદી, સાયનસ ઇન્ફેક્શન, વાયરલ ચેપ, મોઢામાં ચેપ અથવા સ્વાદ અનુભવતી નસોને અસર કરતી કેટલીક બીમારીઓના કારણે પણ મોઢામાં કડવાશ આવી શકે છે.

મોઢામાં કડવાશ ઘટાડવા માટે શું કરવું?

દિવસમાં ઓછામાં ઓછા બે વાર તમારા દાંત અને જીભને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. દિવસભર સારી માત્રામાં પાણી પીવું જોઈએ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Colorectal Cancer : સાવધાન! પેટના આ 5 સંકેત હોઈ શકે છે કોલોરેક્ટલ કેન્સરના લક્ષણ ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">