AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Booster: શરદી અને ફ્લૂના લક્ષણોમાંથી ઝડપથી રાહત આપશે આ આયુર્વેદિક ઉકાળો

પૌષ્ટિક શાકભાજી, ફળો અને મસાલાઓથી ભરપૂર ખોરાક અને પીણાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વાઈરલ ઈન્ફેક્શનની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. તમે સારી રોગપ્રતિકારક શક્તિ માટે આ ઉકાળો પી શકો છો.

Immunity Booster: શરદી અને ફ્લૂના લક્ષણોમાંથી ઝડપથી રાહત આપશે આ આયુર્વેદિક ઉકાળો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:43 AM
Share

વાયરલ ઈન્ફેક્શન (Viral infections)ના જોખમને ઘટાડવા માટે કેટલીક મૂળભૂત બાબતો જેમ કે સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવવું, માસ્ક પહેરવું અને સ્વચ્છતા (Hygiene)નું પાલન કરવું જોઈએ. પરંતુ આ સાથે તમે દિવસ દરમિયાન જે ખાઓ છો અને પીઓ છો તે તમને સ્વસ્થ અને ફિટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પૌષ્ટિક શાકભાજી, ફળો અને મસાલાઓથી ભરપૂર ખોરાક અને પીણાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વાઇરલ ઇન્ફેક્શનની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. તમે સારી રોગપ્રતિકારક શક્તિ માટે ઉકાળો પણ ખાઈ શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે ખૂબ જ હેલ્ધી ઉકાળો બનાવી શકો છો. આ ઉકાળો મસાલા અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મસાલા અને જડીબુટ્ટીઓ દવાનું કામ કરે છે. તે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને ભાગ્યે જ તેની કોઈ આડઅસર હોય છે. આવો જાણીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે કેવી રીતે ઉકાળો બનાવી શકો છો.

સામગ્રી

1 ઇંચ તાજુ આદુ

ગોળના 1-2 નંગ

કાળા મરીના થોડા ટુકડા

એક ચપટી અજમો

3-4 નાના તજ

વરિયાળી

લવિંગના 5-6 ટુકડા

1-2 નંગ કાળી ઇલાઇચી

1 ટીસ્પૂન હોમમેઇડ ચાનો મસાલો

આ રીતે ઉકાળો બનાવો

એક વાસણમાં 2 ગ્લાસ પાણી લો અને તેને ગેસ પર ઉકળવા માટે રાખો. તેમાં છીણેલું આદુ અને અન્ય સામગ્રી ઉમેરો. પાણીને 7થી 10 મિનિટ સુધી ઉકળવા દો જ્યાં સુધી તે કાળું ન થાય. એક ગ્લાસમાં પીણું ગાળીને ગરમા-ગરમ સર્વ કરો.

ઉકાળાના ફાયદા

કાળા મરી, અજમો, લવિંગ, વરિયાળી અને એલચી જેવા મસાલામાં એંટી ઇમ્ફ્લેમેન્ટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેઓ ગળામાં દુખાવો, શરદી અને ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસો અનુસાર આહારમાં મસાલા ઉમેરવાથી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે તેમજ ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી તમારું રક્ષણ કરે છે.

આ સિવાય આદુમાં એંટી ઇમ્ફ્લેમેન્ટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે સોજા દૂર કરવામાં મદદ કરે છે. આ પીણામાં થોડી માત્રામાં ગોળ ઉમેરવાથી માત્ર સ્વાદમાં વધારો થતો નથી, પરંતુ તે તમારા શ્વસનતંત્ર માટે પણ ફાયદાકારક છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે અને શરદી અને ફ્લૂ સામે લડે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Health: અતિશય જમી લીધા પછી પેટમાં દુઃખે છે? અપનાવો આ ટિપ્સ તરત રાહત મળશે

આ પણ વાંચો: જો વર્કઆઉટ માટે સમય નથી તો આ રીતે શરીરને રાખો ફીટ

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">