Health: અતિશય જમી લીધા પછી પેટમાં દુઃખે છે? અપનાવો આ ટિપ્સ તરત રાહત મળશે
ક્યારેક વધારે ખાવાને કારણે પેટમાં દુખાવો કે અન્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમને ઘણી હદ સુધી આરામનો અનુભવ થશે.
ખરાબ જીવનશૈલી (Lifestyle)ના કારણે લોકો આજકાલ અનેક બીમારીઓ (Diseases)ને પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. જેના કારણે નાની ઉંમરે જ ડાયાબિટીસ, થાઈરોઈડ, બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટ પ્રોબ્લેમ, ઘૂંટણનો દુખાવો વગેરે તમામ સમસ્યાઓ થવા લાગે છે.
ડાયટ ફોલો કરવા અને સારી લાઈફસ્ટાઈલ ફોલો કરવા વચ્ચે સ્વાદિષ્ટ ખોરાક (Delicious food) અડચણ બની જાય છે, લોકો પોતાના પર કંટ્રોલ કરી શકતા નથી. સ્વાદિષ્ટ અથવા મનપસંદ ખોરાક જોઈને લોકો પેટ અને મનની વાત સાંભળતા નથી અને મર્યાદા કરતા વધુ ખોરાક ખાઈ લે છે. જે પછી પેટમાં ભારેપણાનો અનુભવ થવા લાગે છે.
ઘણા લોકો પેટના ભારેપણાથી રાહત મેળવવા માટે સૂઈ જાય છે, પરંતુ તેમને આમાંથી જલ્દી રાહત નથી મળતી. ક્યારેક વધારે ખાવાને કારણે પેટમાં દુખાવો કે અન્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે. અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ઘણી હદ સુધી આરામનો અનુભવ કરી શકો છો.
સંચળ
અતિશય ખાધા પછી ભારેપણાથી રાહત મેળવવા માટે સંચળવાળુ પાણી પીવો. પાણીને ગરમ કરીને તેમાં સંચળ અને જીરુ નાખો. જમ્યાના અડધા કલાક પછી આ પાણી પીવો. તેનાથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો.
કાકડી ખાઓ
ફાઈબરથી ભરપૂર કાકડી પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ હોય છે. જમ્યા પછી લગભગ 20 મિનિટ પછી અડધી કાકડી કાપીને ખાઓ અને આરામ અનુભવો.
હૂંફાળું પાણી
અતિશય ખાધા પછી, પેટમાં ભારેપણુ,એસિડીટીની સમસ્યા પરેશાન કરે છે. તેનાથી રાહત મેળવવા માટે ગરમ પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ પાણીમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરી શકો છો. તેનું સેવન કરવાથી પેટના ભારેપણાથી રાહત મળે છે.
એક જગ્યાએ બેસો નહીં
ભલે તમે ઘણું ખાધું હોય, પરંતુ એક જગ્યાએ બેસી રહેવાથી પેટનું ભારેપણું ઓછુ નહીં થાય. આવી સ્થિતિમાં થોડી થોડી વારે ફરતા રહો. તેનાથી તમારું શરીર સક્રિય થશે અને તમે સ્વસ્થ પણ રહેશો. આ પગલું આપણા શરીરમાં ઉત્પન્ન થતી વધારાની કેલરી બર્ન કરે છે અને આપણે ફિટ રહીએ છીએ.
ચાલવુ
અતિશય ખાધા પછીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે આ નુસખો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તજજ્ઞોના મતે ચાલવાથી લગભગ અડધા કલાકમાં 200 કેલરી બર્ન કરી શકાય છે. આમ કરવાથી તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.
આ પણ વાંચોઃ Gujarat ના આ 10 જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો, એક્ટિવ કેસો પણ વધ્યા
આ પણ વાંચોઃ અમદાવાદ અને સુરતમાં હજુ પણ લોકો બેદરકાર, મેદાનમાં યુવાનો કોરોના ગાઇડલાઇનને ભુલી ક્રિકેટ રમતા જોવા મળ્યા