Gram Flour Health benefit : ચણાનો લોટ એક એવી વસ્તુ છે જેનો ભારતમાં ઘણો ઉપયોગ થાય છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવો હશે કે જેને ભજીયાનો શોખ ન હોય, ચણાના લોટ (Gram)ને ચણામાંથી બનાવવામાં આવે છે જે એક પ્રકારનું કઠોળ છે. તે સમૃદ્ધ પ્રોટીન (Protein)નો સ્ત્રોત. શું તમે જાણો છો કે ચણાના લોટની મદદથી ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આજે અમે તમને આ વીશે માહિતગાર કરશું.
ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાવાની આદતો કેવી છે તેના પર ધ્યાન આપવું જોઈએ, જો તેઓ હેલ્ધી ફૂડ ન ખાતા હોય તો તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ(Blood Sugar Level) બહાર થઈ જાય છે. આવી સ્થિતિમાં જો ડાયાબિટીસના દર્દીઓ બેસન રોટલી ખાય તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે.
જો તમે ચણાના લોટમાંથી બનાવેલી રોટલી ખાશો તો શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો મળશે, જેનાથી ડાયાબિટીસ સંબંધિત ઘણી સમસ્યાઓ નહીં થાય. કારણ કે તેમાં સામાન્ય લોટ કરતાં ઘણી ઓછી કેલરી હોય છે. આ સિવાય ચણાના લોટમાં પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક, વિટામિન બી6 અને થાઈમીન, ફાઈબર, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
ચણાના લોટમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. એટલા માટે ઘણા આરોગ્ય નિષ્ણાતો આ દર્દીઓને ચણાના લોટની રોટલી ખાવાની સલાહ આપે છે.
તેમાં કોઈ શંકા નથી કે ચણાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્ધી ઓપ્શન છે, પરંતુ તેની માત્ર રોટલી જ ખાઓ, જો તમે ચણાના લોટમાંથી બનાવેલા પકોડા કે પરાઠા ખાઓ તો તેમાં તેલનું પ્રમાણ વધુ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ વધારે છે. તેલ શરીરમાં ચર્બી અને સ્થુળતા પણ વધારે છે, ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલ હ્રદય રોગનું કારણ બને છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)