AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું ડાયાબિટીઝના દર્દીઓ ખાંડને બદલે મધ કે ગોળનું સેવન કરી શકે?

આપણે સહુ જાણીએ છીએ કે ખાંડ એ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઝેર સમાન છે. જો કે માત્ર ડાયાબિટીઝના દર્દીઓ માટે નહીં ખાંડનું વધુ પડતુ સેવન કોઈપણ વ્યક્તિ માટે સારુ નથી. તો ખાંડના વિકલ્પ તરીકે કુદરતી સ્વીટનર એવુ અસલી મધ અને ગોળ વિકલ્પ બની શકે છે.

Health Tips: શું ડાયાબિટીઝના દર્દીઓ ખાંડને બદલે મધ કે ગોળનું સેવન કરી શકે?
| Updated on: Jun 30, 2026 | 9:22 PM
Share

જો તમને ડાયાબિટીઝ હોય અને વારંવાર ગળ્યુ ખાવાનું મન થતુ હોય તો મર્યાદિત માત્રામાં શુદ્ધ મધનું સેવન કરી શકાય છે. સામાન્ય ખાંડની સરખામણીએ મધ ઓછુ નુકસાનકારક છે અને તે બ્લડ સુગરને ઝડપથી વધારતુ નથી.

જો કે મહત્વની બાબત એ છે કે મધુમેહના દર્દીઓએ દિવસમાં 1 ચમચીથી વધુ મધ ન ખાવુ જોઈએ અને ફક્ત શુદ્ધ અને કાચા મધનો જ ઉપયોગ કરવો જોઈએ. જેમા કોઈ વધારાની ખાંડ હોતી નથી

અહીં એક સ્પષ્ટતા પણ જરૂરી છે કે લોકોમાં એવી સામાન્ય ગેરસમજ હોય છે કે મધ ડાયાબિટીઝ મટાડે છે. જો કે આ સાચુ નથી. મધ ડાયાબિટીઝ મટાડતુ નથી. પરંતુ તે ખાંડનો સારો હેલ્ધી વિકલ્પ બની શકે છે. અહીં એ ખાસ નોંધવુ કે અહીં વાત શુદ્ધ મધની છે.

કાચું મધ શું છે?

કાચું મધ એટલે કોઈપણ પ્રક્રિયા વગરનું શુદ્ધ મધ. કાચા મધને બોટલિંગ કરતા પહેલા ફક્ત ફિલ્ટર કરવામાં આવે છે, જેનો અર્થ છે કે તે તેના મોટાભાગના કુદરતી રીતે બનતા ફાયદાકારક પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટોને જાળવી રાખે છે. તેનાથી વિપરીત, સામાન્ય મધને વિવિધ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે, જેના કારણે તેમાંથી ઘણા પોષક તત્વો દૂર થઈ જાય છે. કાચું મધ મધપૂડામાંથી સીધું આવે છે અને ફિલ્ટર કરેલ અને અનફિલ્ટર કરેલ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. નિયમિત મધમાં વધારાની ખાંડ પણ હોઈ શકે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધ ખાવાથી શરીરને કાર્ડિયોમેટાબોલિક લાભો મળી શકે છે, જેનો અર્થ છે કે તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને ડાયાબિટીસ જેવા મેટાબોલિક ડિસઓર્ડરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. શુદ્ધ અને કાચું મધ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે. સંશોધન દરમિયાન, સંશોધકોએ અવલોકન કર્યું કે મધમાં જોવા મળતા દુર્લભ સ્વીટનર્સ જેમ કે આઇસોમલ્ટ્યુલોઝ, કોજીબાયોઝ, ટ્રેહાલોઝ, મેલાઝિટોઝ ગ્લુકોઝ પ્રતિભાવમાં સુધારો કરે છે.

ડાયાબિટીઝના દર્દી ખાંડને બદલે ગોળ લઈ શકે?

ગોળ રાસાયણિક રીતે ખાંડ કરતાં વધુ જટિલ છે અને તેમાં સુક્રોઝની લાંબી શ્રૃંખલા હોય છે. સામાન્ય ખાંડને બદલે તેનો ઉપયોગ કરવો સારુ રહેશે. ગોળએ પરંપરાગત સ્વીટનર છે. જેનો ઉપયોગ ઘણા એશિયન અને આફ્રિકન દેશોમાં થાય છે. આ એટલા માટે છે કારણ કે આ સ્વીટનર અપરિષ્કૃત હોય છે અને તેથી તેમાં ખાંડ કરતાં વધુ પોષક તત્વો હોય છે. ગોળ ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખોટી આશા

આ દિવસોમાં રિફાઇડ ખાડની તુલનામાં કુદરતી ખાંડના વધુ પડતા વપરાશ પર ઘણો ભાર મૂકવામાં આવે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળ ખાંડનો યોગ્ય વિકલ્પ નથી. તેનું કારણ એ છે કે ગોળમાં હાઈ ગ્લાઇસેમિક ઈન્ડેક્સ હોય છે.

ગોળ કોણે ખાવો જોઈએ?

ગોળ ખાવાનો ફાયદો એ છે કે તે આયર્ન અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે અને તેથી તે તમારા હિમોગ્લોબિન માટે સારું છે પરંતુ ગોળનું સેવન નોન ડાયાબિટીસના દર્દીઓ માટે જ સારું છે. ખાંડને બદલે ગોળ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને શુગરથી થતા નુકસાનથી બચાવનો ખોટો અહેસાસ થાય છે.

મધ ખાવાના શોખીનો… તમે જે મધ ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? કેવી રીતે નક્કી કરશો?

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">