AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: જીમમાં 30 મિનિટની કસરત ટાળી શકે છે મોટી બીમારીઓનો ખતરો, જાણો તેના ફાયદા

માત્ર 30 મિનિટની કસરતથી તમામ શારીરિક અને માનસિક સમસ્યાઓને નિવારી શકાય છે. ઘરે વ્યાયામ કરતાં જીમમાં કસરત કરવાના વધુ ફાયદા છે.

Health: જીમમાં 30 મિનિટની કસરત ટાળી શકે છે મોટી બીમારીઓનો ખતરો, જાણો તેના ફાયદા
Health Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 3:44 PM
Share

આજના સમયમાં નાની ઉંમર (Young age)માં જ બીમારીઓ લોકોને ઘેરવા લાગી છે. તેનું કારણ આજની ખરાબ જીવનશૈલી (Bad lifestyle) છે. આજકાલ મોટા ભાગનું કામ લેપટોપ અને મોબાઈલ પર જ થાય છે, આવી સ્થિતિમાં લોકોનો શારીરિક વર્કઆઉટ (Physical workout) નહિવત્ થઈ ગયો છે. જેના કારણે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ, બીપી, સર્વાઈકલ, થાઈરોઈડ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા વગેરે જેવી તમામ સમસ્યાઓ (Problems) થાય છે.

હેલ્થ એક્સપર્ટના મતે આ બધી સમસ્યાઓ માત્ર 30 મિનિટની એક્સરસાઇઝથી કંટ્રોલ કરી શકાય છે. જો તમને ઘરે કસરત માટે સમય નથી મળતો, તો તમે જીમમાં જઇ શકો છો. ઘરના બદલે જીમમાં કસરત કરવાથી વધુ ફાયદા મળે છે, જાણો તે ફાયદાઓ વિશે.

જીમમાં કસરત કરવાના ફાયદા

1. જીમમાં તમે ટ્રેનરની દેખરેખ હેઠળ કોઈપણ કસરત કરી શકો છો. આવી સ્થિતિમાં જો તમને પહેલેથી જ કોઈ સમસ્યા છે, તો તમે તેના વિશે જીમ ઇન્સ્ટ્રક્ટરને કહી શકો છો. તમારી સમસ્યાને ધ્યાનમાં રાખીને તમારા ટ્રેનર તમને કસરત કરાવશે, જેથી તમારી સમસ્યાને પણ નિયંત્રિત કરી શકાય અને તમને કોઈ શારીરિક સમસ્યા ન થાય.

2. જે લાકો વજન ઘટાડવા માગે છે તેમના માટે જીમ સારો વિકલ્પ છે. રીસર્ચ મુજબ જો પુખ્ત વયના લોકો અઠવાડિયામાં પાંચ દિવસ લગભગ 30 મિનિટ જીમમાં કસરત કરે છે, તો તેમને ઘણો ફાયદો થાય છે કારણ કે જીમમાં ઘણા પ્રકારના વર્કઆઉટ હોય છે. આવી સ્થિતિમાં, તેઓ દરરોજ 500 થી 3000 કેલરી બર્ન કરી શકે છે.

3. જીમમાં 30 મિનિટ સુધી કસરત કરવાથી હૃદય રોગ અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. આનાથી શરીર મજબૂત અને લચીલું બને છે. તેમજ લોકોને મળવાથી તમારી વિચારસરણી સકારાત્મક બને છે.

4. જીમમાં જવાથી કસરત તમારી દિનચર્યાનો એક ભાગ બની જાય છે. જ્યારે ઘરમાં ઘણી વખત આપણે કસરત કરવામાં આળસ અને બેદરકારી દાખવીએ છીએ. દૈનિક વર્કઆઉટ કરવાથી મગજમાં એન્ડોર્ફિન્સ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. જેના કારણે તણાવ ઓછો થાય છે.

5. જો તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થશો, તો તમે તમારા દરેક કામ સારી રીતે કરી શકશો. તમને રાત્રે સારી ઊંઘ પણ આવશે. આ રીતે તમારો આત્મવિશ્વાસ વધે છે અને યાદશક્તિ પણ વધે છે.

આ પણ વાંટોઃ Gram Panchayat Election પરિણામો બાદ અનોખી ઉજવણી, વિજેતાને હારેલા ઉમેદવારે હાર પહેરાવ્યો, પુત્રની જીત પર પિતાએ મુંડન કરાવ્યું

g clip-path="url(#clip0_868_265)">