AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરદી, ઉધરસ અને ગળાની ખારાશ દૂર કરવા માટે અજમાવો આ આયુર્વેદિક ટિપ્સ

શરદી-ઉધરસ, ગળામાં ખારાશ (cold, cough and sore throat) માત્ર પરેશાન કરતી નથી, પણ વ્યક્તિને નબળાઈ અને થાકનો અનુભવ કરાવે છે.

શરદી, ઉધરસ અને ગળાની ખારાશ દૂર કરવા માટે અજમાવો આ આયુર્વેદિક ટિપ્સ
try these ayurvedic tips to get rid of cold cough and sore throat
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 10:14 PM
Share

શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસ જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરદી-ઉધરસ, ગળામાં ખારાશ (cold, cough and sore throat) માત્ર પરેશાન કરતી નથી, પણ વ્યક્તિને નબળાઈ અને થાકનો અનુભવ કરાવે છે. શરદી અને ઉધરસને દૂર રાખવા માટે તમે વિવિધ આયુર્વેદિક નુસખા (Ayurvedic Tips) અજમાવી શકો છો. આયુર્વેદનાં નિષ્ણાંતો (Ayurveda expert) શરદી અને ઉધરસ દરમિયાન કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપે છે અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, ચાલો જાણીએ.

શરદી-ઉધરસ દરમિયાન તમારે કઈ ચીજોથી બચવું જોઈએ.

કોલ્ડ ડ્રિંક્સ

આઈસ્ક્રીમ, ગળ્યો ખોરાક, વધારે તળેલું અને ભારે ખોરાક

દિવસ દરમિયાન સૂવું અને રાત્રે મોડે સુધી જાગવું

જો તમે શરદી, ઉધરસ અથવા ગળામાં ખરાશથી પરેશાન છો, તો આ આયુર્વેદિક ઉપાયો તમને મદદ કરી શકે છે.

7-8 તુલસીના પાન, આદુનો એક નાનો ટુકડો, લસણની થોડી કળી, 1 ચમચી અજમાના દાણા, 1 ચમચી મેથીના દાણા, હળદર (સૂકા અથવા તાજી) અને 4-5 કાળા મરીના દાણાને 1 લિટર પાણીમાં અડધું ન થાય ત્યાં સુધી ઉકાળો. સવારે ઉઠીને સૌથી પહેલા આ ઉકાળો પીવો.

નહાવા અને પીવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરશો નહીં.

પાચનને વધારવા માટે ગરમ પાણી પીવો.

મધ તમારા ગળાને આરામ આપવામાં મદદ કરે છે અને તેને રાહત મળે છે.

આદુ, હળદર, લીંબુની ચાનું સેવન કરો. તેનાથી તમારા ગળાને આરામ મળશે.

ઉકાળેલા પાણીમાં થોડો અજમો, નીલગિરીનું તેલ અથવા હળદર ઉમેરો અને વરાળ લો. શરદી અને ઉધરસ દરમિયાન આ ખૂબ જ અસરકારક ઉપાય છે.

હળદર વાળું ગરમ દૂધ પીવો.

તુલસીના પાન ખાવાનું રાખો.

આયુર્વેદિક ઉકાળો

ઉકાળો બનાવવા માટે આદુ, 4-5 લવિંગ, 1 ચમચી પીસેલા કાળા મરી, 5-6 તાજા તુલસીના પાન, મધ અડધી ટી સ્પૂન અને તજનો નાના ટુકડાની જરૂર પડશે. એક ઊંડા વાસણમાં પાણી લો અને તેને ઉકાળો. પાણી ઉકળે પછી તેમાં વાટેલું આદુ, લવિંગ, કાળા મરી અને તજ નાખો. તેમાં તુલસીના પાન ઉમેરો. તેને 20 મિનિટ ઉકળવા દો. આ મિશ્રણમાં મધ ઉમેરો અને તેને થોડું ગરમ-ગરમ પીવો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Health: માઈગ્રેન માટે દવા નહીં પણ આ એક ફૂલ લાગશે કામ? જાણો કયું છે ફૂલ

આ પણ વાંચોઃ Health : અસ્થમાની બીમારીમાં આ એક સૂકો મેવો ખાવાથી થશે ફાયદો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">