AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: પ્રેગનેન્સી દરમિયાન વધુ પડતી ખાંસી બની શકે છે જોખમી, નવજાત શિશુને થઈ શકે છે ઓક્સિજનની કમી- જાણો નિષ્ણાંત પાસેથી

Health Tips: જો તમને સતત આવતી ઉધરસને તમે ગંભીરતાથી ન લઈ રહ્યા હોય તો ચેતી જજો. સતત આવતી ઉધરસને કારણે પ્રેગનેન્સી દરમિયાન કેટલીક ખતરનાક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ડૉક્ટર જણાવે છે કે જો સતત ખાંસીની સમસ્યા હોય તો સગર્ભા મહિલાએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

Health Tips: પ્રેગનેન્સી દરમિયાન વધુ પડતી ખાંસી બની શકે છે જોખમી, નવજાત શિશુને થઈ શકે છે ઓક્સિજનની કમી- જાણો નિષ્ણાંત પાસેથી
| Updated on: Nov 28, 2025 | 12:57 PM
Share

ઉધરસ એક આમ સમસ્યા છે. જે ઋતુ પરિવર્તનની સાથે જોવા મળે છે. પરંતુ પ્રેગનેન્ટ મહિલાઓ માટે આ ઘણી ગંભીર સાબિત થઈ શકે છે. ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સોનિયા ગુપ્તાએ સગર્ભા મહિલાઓને ઉધરસને બિલકુલ હળવાશથી ન લેવાની સલાહ આપે છે.

ડૉ. સોનિયાની એક સગર્ભા દર્દીને બહુ વધુ પડતી ઉધરસ આવી રહી હતી. તેમના પરિવારજનો તેને 5-6 દિવસ પછી ડૉક્ટર પાસે લાવ્યા, એ પહેલા તો તેમને એવુ લાગ્યું કે તે બે-ત્રણ દિવસમાં આપોઆપ ઠીક થઈ જશે. પરંતુ આમ ન થયુ. જે બાજ ડૉક્ટરે તેમને ખાંસીથી થતી ગંભીર સમસ્યાઓ વિશે જણાવ્યુ.

ખાંસીની સાથે થનારી ખતરનાક સમસ્યાઓ

ડૉક્ટરે સમજાવ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે,ઉધરસની સાથે ફેફસાનુ ઈનફેક્શન કે ન્યુમોનિયા પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીને શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનની કમીનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે નવજાતને પણ ઓક્સિજનની કમીનો સામનો કરવો શકે છે. નવમા મહિને અથવા ડિલિવરી દરમિયાન ખાંસી અનેક પ્રસૂતિ સમસ્યાઓનું કારણ બની શકે છે.

ખાંસી દૂર કરવા માટે સૌથી પહેલા શું કરવુ?

ડૉક્ટરે જણાવ્યુ કે આપી કે જેવી તમને ઉધરસ શરૂ થાય, તમારે ગરમ પાણી પીવુ, સ્ટીમ (નાસ) લેવી, ગરમ પાણીથી કોગળા કરવા અને હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ. તમારે કોઈ સ્ટ્રોંગ કાઢા કે ઉકાળો પીવો કે મનમરજી પડે તે દવા લેવાનું ટાળવુ જોઈએ.

પ્રેગનેન્સીમાં ખાંસીની અસરો

વધુ પડતી ખાંસી આવે તો તુરંત ડૉક્ટર પાસે જાઓ

સગર્ભા મહિલાને ખાંસી હોય તો ખાસ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવુ જોઈએ. ડૉકટર આપને લેવોસેટીરિઝિન નામની ગોળી, એક ખાસ સોલ્ટ ધરાવતુ કફ સીરપ, તાવ માટે પેરાસીટામોલ અને એન્ટિબાયોટિક્સ લખી આપે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન સેફ રહે છે.

નેબ્યુલાઇઝરનો ઉપયોગ

જો તમને વધુ પડતી ઉધરસને કારણે ઊંઘવામાં કે ખોરાક લેવામાં તકલીફ થઈ રહી હોય, તમારા શ્વાસમાં સીટી જેવો અવાજ આવે, અથવા અસ્થમાની સમસ્યા હોય તો ડૉક્ટર નેબ્યુલાઇઝ કરવાની સલાહ આપે છે. નેબ્યુલાઇઝર મશીનનો ઉપયોગ ઘરે અથવા હોસ્પિટલમાં કરી શકાય છે. જેમા દવા મશીનમાં મૂકવામાં આવે છે અને પછી દર્દીને નેબ્યુલાઇઝ કરવામાં આવે છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલા નુસ્ખા કે જાણકારી સંપૂર્ણપણે ઈન્સ્ટાગ્રામ પર પ્રકાશિત ડૉક્ટરની રીલ પર આધારીત છે. Tv9 તેની સત્યતા, ચોકસાઈ અથવા અસરકારકતાની જવાબદારી લેતું નથી. કોઈપણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

ઈથિયોપિયાનો જ્વાળામુખી ફાટ્યો… અને તેની રાખ ગુજરાત સુધી પહોંચી! 9 હજાર કિમી દૂરની ઘટના ભારત માટે કેટલી ખતરનાક?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">