AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Gamesમાં ભારતનું ખાતું ખોલ્યું, શૂટિંગમાં મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ

20મી એશિયન ગેમ્સ આજે 20 સપ્ટેમબરથી શરુ થઈ છે. ભારતીય ખેલાડીઓ આજે ક્રિકેટ,નિશાનેબાજી, ટેકબોલ, બેડમિન્ટન, વુશૂ, મિક્સડ માર્શ આર્ટલ, હોકી અને ટેબલ ટેનિસ જેવી ઈવેન્ટમાં પોતાનો પડકાર રજુ કરશે. તો એશિયન ગેમ્સના પહેલા જ દિવસે ભારતે મેડલમાં ખાતું ખોલ્યું છે.

Breaking News : Asian Gamesમાં ભારતનું ખાતું ખોલ્યું, શૂટિંગમાં મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ
| Updated on: Sep 20, 2026 | 10:06 AM
Share

ભારતે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો મેડલ જીત્યો છે. ભારતીય શૂટર્સ ઈલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિધર્ષા વિનોદની ત્રિપુટીએ મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પોડિયમ ફિનિશિંગ મેળવ્યું. આ મેડલ એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતના મેડલ અભિયાનની શરૂઆત હતી.

મહિલા 10 મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ

ભારતીય ટીમે કુલ 1898 પોઈન્ટ મેળવ્યા, જે ચીન પછી બીજા સ્થાને રહી. જાપાન ચોથા સ્થાને રહ્યું, જ્યારે કોરિયા હજુ પણ સ્પર્ધામાં છે કારણ કે, તેની એક શૂટર હજુ પણ સીરિઝ બાકી છે. ઈલાવેનિલ વાલારિવાને શાનદાર પ્રદર્શન કર્યું, 633.5 પોઈન્ટ મેળવ્યા અને વ્યક્તિગત ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. સોનમ મસ્કરે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો.

ઈલાવેનિલ વાલારિવાનનો પરિવાર

ભારતને પોડિયમ ફિનિશની ખાતરી આપતા, શૂટિંગ ટીમે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને મેડલ ટેલી માં ખાતું ખોલ્યું છે.ઈલા વેનીલ વાલારિવાનની માતા સરોજા વલારિવન ગુજરાતના આણંદમાં એક કોલેજમાં પ્રોફેસર હતા અને ત્યારબાદ અમદાવાદની કોલેજના પ્રિન્સિપાલ બન્યા છે. જ્યારે તેનો ભાઈ ભારતીય સેનામાં છે.

મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 19-0 થી હરાવ્યું

તો બીજી બાજુ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) માં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ક્વાર્ટર ફાઇનલમાં મોંગોલિયન ખેલાડીને હરાવીને સુચિકા તરિયાલ પરંપરાગત 60 કિગ્રા વજન વર્ગના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે, સુચિકાએ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે. સુચિકા મંગળવારે તેનો સેમિફાઇનલ મુકાબલો રમશે.ભારતીય મહિલા હોકી ટીમે તેમના પહેલા ગ્રુપ સ્ટેજ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0 થી હરાવ્યું. ભારત માટે દીપિકાએ આઠ ગોલ કર્યા, જ્યારે અન્ય સાત ભારતીય ખેલાડીઓએ પણ ગોલ કર્યા.

View this post on Instagram

તમિલનાડુમાં જન્મ, અમદાવાદમાં અભ્યાસ કર્યો, એશિયન ગેમ્સમાં જીત્યો સિલ્વર મેડલ જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">