Health Tips: કાકડી અને કોથમીરમાંથી બનેલી સ્મુધી પીવાથી મળશે આશ્ચર્યજનક પરિણામ

કાકડી(Cucumber ) અને કોથમીરમાંથી બનાવેલી સ્મૂધીનું સેવન સવારે કે બપોરે કરવું જોઈએ. વાસ્તવમાં, ઉનાળામાં લોકો કામના સંબંધમાં ઘરની બહાર નીકળે છે અને આ દરમિયાન વધુ ઊર્જાનો વ્યય થાય છે. આવી સ્થિતિમાં, શરીરને અંદરથી હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Health Tips: કાકડી અને કોથમીરમાંથી બનેલી સ્મુધી પીવાથી મળશે આશ્ચર્યજનક પરિણામ
Healthy drink in summer (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 9:07 AM

ઉનાળામાં(Summer ) સ્વસ્થ અને ફિટ રહેવા માટે મોટાભાગના લોકો કાકડીનું(Cucumber ) સેવન કરે છે. કહેવાય છે કે તેમાં 96 ટકા પાણી(Water ) હોય છે અને આ કારણથી તે સ્વાસ્થ્ય અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો પોતાના આહારમાં કાકડીનો ઉપયોગ કરે છે. કાકડીમાં વિટામિન B6, વિટામિન K, વિટામિન C, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. લોકો કાકડીને ઘણી રીતે ખાય છે, જેમાંથી એક છે સ્મૂધી બનાવીને તેનું સેવન કરવું. તમે કાકડીમાં કોથમીર મિક્સ કરીને સ્મૂધી બનાવી શકો છો. આ સ્મૂધીની ખાસિયત એ છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે તેને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

નિષ્ણાતોના મતે, આ સ્મૂધીનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. આવી સ્થિતિમાં, ભૂખ ઓછી લાગશે અને તમે ખાવાની લાલસાથી બચી શકશો. જો કે, આ બંને ઘટકોની સ્મૂધીના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે. અમે તમને આ સ્વાસ્થ્ય લાભો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શરીર હાઇડ્રેટેડ રહેશે

કાકડી અને કોથમીરમાંથી બનાવેલી સ્મૂધીનું સેવન સવારે કે બપોરે કરવું જોઈએ. વાસ્તવમાં, ઉનાળામાં લોકો કામના સંબંધમાં ઘરની બહાર નીકળે છે અને આ દરમિયાન વધુ ઊર્જાનો વ્યય થાય છે. આવી સ્થિતિમાં, શરીરને અંદરથી હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતોના મતે સવારે કે બપોરે કાકડી અને કોથમીરની સ્મૂધી ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. તેમજ કોથમીર પેટને ઠંડુ રાખવામાં મદદગાર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમારે વજન ઓછું કરવું હોય તો આ ઉનાળામાં કાકડી અને કોથમીરથી બનેલી સ્મૂધીનું નિયમિત સેવન કરો. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી નહીં થાય. ઘણી વખત વજન ઘટાડવાના ચક્કરમાં લોકોના શરીરમાં પોષક તત્વોની કમી થઈ જાય છે અને પછી ચક્કર આવવા અથવા લો બીપી જેવી સમસ્યાઓ તેમને પરેશાન કરવા લાગે છે. કાકડી અને કોથમીર સ્મૂધીનું સેવન કરવાથી આ સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

ત્વચા માટે

ત્વચાને ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવા માટે બ્યુટી રૂટીન સિવાય યોગ્ય ડાયટ ફોલો કરવું પણ જરૂરી છે. ઉનાળામાં ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે એવા શાકભાજી અને ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. કાકડીમાં પાણી ભરપૂર હોય છે અને આ કારણે તેનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે. અઠવાડિયામાં ત્રણ વાર કાકડી અને કોથમીર સ્મૂધી નું સેવન કરો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

ડિલિવરી પછી કેવી રીતે માતા અને બાળકની કાળજી રાખવી જોઈએ ? જાણો આ આર્ટિકલમાં

તરબૂચના ફાયદા : આ ફળ ફક્ત ગરમીને દૂર નથી કરતું, પણ દુખાવાને પણ મટાડવાનું કામ કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">