AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cucumber Farming: ઉનાળામાં ખીરા કાકડીની ખેતીથી મળી શકે છે સારી કમાણી, જાણો સંપૂર્ણ પ્રોસેસ

કાકડીનો પાક તમને થોડા મહિનામાં લાખો રૂપિયાનો નફો અપાવી શકે છે. પરંતુ તમે આ વિચારને કેવી રીતે સાકાર કરશો, તે અમે તમને જણાવીશું. આવી સ્થિતિમાં, તમે ઓછા રોકાણ કરીને આ ઉનાળામાં કેવી રીતે નફો મેળવી શકો છો. તે જાણીએ.

Cucumber Farming: ઉનાળામાં ખીરા કાકડીની ખેતીથી મળી શકે છે સારી કમાણી, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Cucumber Farming (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 2:04 PM
Share

ભારતમાં લોકોનો કૃષિ તરફનો ઝોક ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે લોકો હવે નોકરી છોડીને ખેતીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જો તમે પણ તમારો પોતાનો વ્યવસાય કરવા માંગો છો તો તમે આ ઉનાળામાં કાકડીની ખેતી (Cucumber Farming) કરી શકો છો. કાકડીનો વ્યવસાય તમારા માટે નફાકારક સોદો બની શકે છે. કારણ કે કાકડીનો પાક તમને થોડા મહિનામાં લાખો રૂપિયાનો નફો અપાવી શકે છે. પરંતુ તમે આ વિચારને કેવી રીતે સાકાર કરશો, તે અમે તમને જણાવીશું. આવી સ્થિતિમાં તમે ઓછા રોકાણ કરીને આ ઉનાળામાં કેવી રીતે નફો મેળવી શકો છો. તે જાણીએ.

કાકડીની ખેતી માટે શું જરૂરી છે

તમે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. એટલે કે જો તમે ઈચ્છો તો તમે તેને રેતાળ જમીન, કાળી માટી, ચીકણું માટી, કાંપવાળી જમીન કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. જો કે લોમ અને રેતાળ લોમ જમીન આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તમે નદીઓ અને તળાવોના કિનારે પણ તેની ખેતી કરી શકો છો

આ માટે જમીનનો pH 5.5થી 6.8 સુધી સારો માનવામાં આવે છે. કાકડીનો પાક માત્ર બેથી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. તેની સારી ઉપજ મેળવવા માટે ડ્રેનેજ સિસ્ટમ સારી હોવી જોઈએ.

આ માટે ખેતર કેવી રીતે તૈયાર કરવું?

સૌ પ્રથમ તેના ખેતરને તૈયાર કરવામાં ખેડાણની કાળજી લેવી જરૂરી છે. આ માટે તમારે પ્રથમ ખેડાણ માટી ઉલટાવતા હળ વડે કરવું જોઈએ અને દેશી હળ વડે 2-3 ખેડાણ કરવું જોઈએ. આ પછી, 2-3 વાર સમાર લગાવીને જમીનને નરમ અને સમતલ કરવી જોઈએ. આ ઉપરાંત છેલ્લા ખેડાણમાં 200થી 250 ક્વિન્ટલ સડેલું છાણનું ખાતર ભેળવીને ક્યારા બનાવવા જોઈએ.

સરકાર આપે છે સબસિડી

કાકડીની ખેતી માટે સરકાર સબસિડી પણ આપે છે. તમને જણાવી દઈએ કે લગભગ આખા વર્ષ દરમિયાન બજારમાં કાકડીની સારી માગ રહે છે. ઉનાળામાં દેશી અને વિદેશી બંને પ્રકારની કાકડીઓની માંગ વધી જાય છે.

આ પણ વાંચો: Agriculture Export: કૃષિ નિકાસને વેગ આપવા માટે સરકાર 50 કૃષિ ઉત્પાદનોની યાદી કરશે તૈયાર

આ પણ વાંચો: Suran Farming: સૂરણની ખેતીથી સારો નફો મેળવી શકે છે ખેડૂતો, જાણો સંપૂણ વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">