જો તમે પણ પેશાબને વારંવાર રોકતા હોય તો તમે કરી રહ્યા છો મોટી ભૂલ, થઇ શકે છે આ બીમારી

|

Aug 27, 2021 | 6:37 PM

હેલ્થ એક્સપોર્ટના જણાવ્યા અનુસાર, કિડની ફેલની સમસ્યા ત્યારે થાય છે જયારે કિડનીમાં અચાનક બ્લડ ટોક્સિક તત્વોથી અને અવશેષને ફિલ્ટર કરવામાં અસમર્થ થાય છે.

જો તમે પણ પેશાબને વારંવાર રોકતા હોય તો તમે કરી રહ્યા છો મોટી ભૂલ, થઇ શકે છે આ બીમારી
File Photo

Follow us on

યુરિન (Urine) એટલે પેશાબ એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. પરસેવાની જેમ તે શરીરમાંથી બિનજરૂરી તત્વોને દૂર કરવાની પ્રક્રિયા પણ છે. પેશાબ રોકવો એટલે આ બિનજરૂરી તત્વોને શરીરની અંદર રાખવો છે. ઘણી વખત એવું બને છે કે તમને કેટલાક કામની વચ્ચે પેશાબ થતો હોય તેવું લાગે છે, પરંતુ તમે તેને રોકી રાખો છો.

ઘણી વખત કોઈને કોઈ કામ ગપસપ કે પાર્ટીની વચ્ચે પેશાબ લાગ્યો હોય એવું લાગે છે, જ્યારે ઉઠીને અને જવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તેના સાથીઓ કહે છે, શું તમે 2 મિનિટ રોકાઈ શકતા નથી ? પરંતુ નિષ્ણાતો કહે છે કે પેશાબ રોકવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેશાબ રોકવાથી શરીરના ઘણા ભાગો પર ખરાબ અસર પડે છે.

આવો જાણીએ શું તકલીફ થાય  છે

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

બેક્ટેરિયલ સમસ્યાઓ

કેટલાક લોકો રાત્રે સૂતી વખતે અથવા ઊંઘમાં અથવા દિવસ દરમિયાન પણ વ્યસ્ત હોવાને કારણે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે. પરંતુ ડોકટરો કહે છે કે તમે તેને જેટલો લાંબો સમય સુધી રોકી રાખો છો, તેટલું જ તમારા મૂત્રાશયમાં બેક્ટેરિયા વધી શકે છે અને ઘણા સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં, તમે ઘણી પ્રકારની બેક્ટેરિયલ સમસ્યાઓનો શિકાર બની શકો છો.

યુરીનરી ટ્રેકટ ઇન્ફેક્શન

લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી UTI એટલે કેયુરીનરી ટ્રેકટ ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. પેશાબ રોકી રાખવાને કારણે જ આ ચેપ ફેલાય છે. ખરેખર, માનવ પેશાબમાં વિવિધ પ્રકારના પ્રવાહી હોય છે પરંતુ તેમાં બેક્ટેરિયા હોતા નથી, પરંતુ જ્યારે યુટીઆઈથી પીડાય છે ત્યારે પેશાબમાં બેક્ટેરિયા હોય છે. જ્યારે આ બેક્ટેરિયા મૂત્રાશય અથવા કિડનીમાં પ્રવેશ કરે છે અને વધવા લાગે છે, ત્યારે યુટીઆઈની સ્થિતિ આવે છે.

કિડનીમાં પથરી

એક કલાક કે તેથી વધુ સમય સુધી પેશાબ રોકી રાખવાના કારણે મહિલાઓ અથવા કામ કરતા યુવાનોમાં પેશાબને લગતી સમસ્યાઓ હોય છે. આમાં શરૂઆતમાં મૂત્રાશયમાં દુ:ખાવો થાય છે. 8 થી 10 કલાક સુધી શિફ્ટમાં કામ કરતા યુવાનોને પરિસ્થિતિમાં ફેરફાર થાય ત્યારે જ પેશાબની જરૂરિયાત લાગે છે. જ્યારે આ સમય દરમિયાન કિડનીમાંથી પેશાબ મૂત્રાશયમાં એકઠું થતું રહે છે.

નિષ્ણાતો કહે છે કે આવી સ્થિતિમાં દર મિનિટે બે મિલી પેશાબ મૂત્રાશય સુધી પહોંચે છે, જે દર એકથી બે કલાકમાં ખાલી થવું જોઈએ. જો મૂત્રાશયને ખાલી કરવામાં ચારથી પાંચ મિનિટનો વિલંબ થાય છે, તો પછી પેશાબ કિડનીમાં પાછા જવાનું શરૂ કરે છે. જો આવી સ્થિતિ વારંવાર થાય તો પથરીની સમસ્યા શરૂ થાય છે. કારણ કે પેશાબમાં યુરિયા અને એમિનો એસિડ જેવા ઝેરી તત્વો હોય છે.

રિટેનશન ઓફ યુરિન

પ્રેશર હોવા છતાં જો તમે ત્રણથી ચાર મિનિટ સુધી પેશાબ રોકી રાખો છો, તો પછી પેશાબના ઝેરી તત્વો કિડનીમાં પાછા જવાનું શરૂ કરે છે. આ સ્થિતિને રિટેનશન ઓફ યુરિન કહેવામાં આવે છે. આ સિવાય વારંવાર પેશાબ બંધ થવાના કારણે મૂત્રાશયના સ્નાયુઓ પણ નબળા પડી જાય છે. આ પેશાબ કરવાની ક્ષમતાને પણ અસર કરે છે.

કિડની ફેલની શક્યતા

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કિડની ફેલનીએ એક સમસ્યા છે જે કિડનીની અચાનક અક્ષમતાને કારણે લોહીમાંથી ઝેરી તત્વો અને અવશેષોને ફિલ્ટર કરે છે. તમામ પ્રકારના યુરિનરી ઇન્ફેક્શનની કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. શરીરમાં યુરિયા અને ક્રિએટિનાઇન બંને તત્વોમાં અતિશય વધારો થવાને કારણે તેઓ પેશાબ સાથે શરીરમાંથી બહાર નીકળી શકતા નથી. આવી સ્થિતિમાં, તેમાં લોહીનું પ્રમાણ વધવા લાગે છે.

તેના લક્ષણો સામાન્ય કરતાં ઓછું પેશાબ, ભૂખમાં ઘટાડો, ઉબકા, ઉલટી, નબળાઇ, થાક, પેશીઓમાં પ્રવાહી જાળવી રાખવાને કારણે સોજો છે. તેથી, પેશાબ બંધ કરવાને બદલે તેને શરીરમાંથી બહાર કાઢવો જોઈએ.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

આ પણ વાંચો :Uttarakhand Landslide: જોલીગ્રાન્ટ એરપોર્ટ અને ઋષિકેશ વચ્ચેનો રાણીપોખરી પુલ તૂટી પડતા અનેક વાહનો તણાયાની આશંકા

આ પણ વાંચો :Afghanistan Crisis : હુમલા બાદ પણ મિશન શરૂ રાખતા બ્રિટન આગામી કલાકોમાં અફઘાનિસ્તાનમાંથી નીકળી જશે બહાર

Published On - 6:36 pm, Fri, 27 August 21

Next Article