AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસોઈ બનાવવા માટે કયું તેલ છે ‘સૌથી બેસ્ટ’? કયું તેલ ‘સારું સ્વાસ્થ્ય’ આપશે અને કયું ‘નુકસાન’?

રસોઈમાં કયા તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને કયા તેલથી નુકસાન થઈ શકે છે? આ અંગે એક્સપર્ટે પોતાના વિચારો રજૂ કર્યા છે. રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાતા વિવિધ તેલોની ગુણવત્તા અને તેની સ્વાસ્થ્ય પર થતી અસરોને ધ્યાનમાં રાખીને આ યાદી તૈયાર કરવામાં આવી છે, જેથી યોગ્ય તેલની પસંદગી કરી શકાય.

રસોઈ બનાવવા માટે કયું તેલ છે 'સૌથી બેસ્ટ'? કયું તેલ 'સારું સ્વાસ્થ્ય' આપશે અને કયું 'નુકસાન'?
| Updated on: Nov 11, 2026 | 6:24 PM
Share

રસોઈ બનાવવા માટે દરેક ઘરમાં લોકો અલગ-અલગ તેલનો ઉપયોગ કરતા હોય છે. એવામાં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દરેક તેલ તમારી તબિયત માટે ફાયદાકારક ન હોઈ શકે. કેટલાક તેલનું વધુ સેવન સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. હવે સવાલ એ છે કે, કયું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને કયા તેલનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ?

કયું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

  1. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ: એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક તેલોમાંથી એક ગણાય છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ (ઓમેગા-3 અને ઓમેગા-6) હોય છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં અને શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે.
  2. રાઇસ બ્રાન ઓઇલ: રાઇસ બ્રાન ઓઇલ સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક તેલોમાંથી એક માનવામાં આવે છે. તેમાં ગામા ઓરાઇઝેનોલ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને સારા કોલેસ્ટ્રોલને જાળવી રાખવામાં મદદ કરે છે.
  3. સરસવનું તેલ: સરસવનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયની તબિયત સુધારવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  4. મગફળીનું તેલ: મગફળીનું તેલ હૃદયના સ્વાસ્થ્ય અને ઇન્સુલિન સેન્સિટિવિટી માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ગુડ ફેટ્સ (મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ) અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડીને હાર્ટ ડિસીઝના જોખમથી રક્ષણ આપે છે.
  5. તલનું તેલ: તલનું તેલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તેલ બેડ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે.

કયું તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?

  1. સનફ્લાવર ઓઇલ: રસોઈ બનાવવા માટે સનફ્લાવર ઓઇલનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તવમાં, તેમાં રહેલા ઓમેગા 6 નું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે તમારા શરીરમાં સોજો વધારી શકે છે. જો તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને હાઇ ફ્લેમ પર વાપરવાથી કે વારંવાર ગરમ કરવાથી બચવું જોઈએ.
  2. ઘી: ઘી ને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બસ તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ છે, જે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકે છે. આના કારણે હાર્ટની હેલ્થ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી, ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું વધુ સારું છે.
  3. નાળિયેરનું તેલ: ખાવામાં નાળિયેરના તેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેને રસોઈ બનાવવા માટે સારું તેલ માનતા નથી. તેનું સેવન તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઝડપથી વધારી શકે છે.
  4. સોયાબીન ઓઇલ: એક્સપર્ટના મતે, સોયાબીન ઓઇલનો ઉપયોગ કરવાનું ટાળો. તે ખૂબ જ રિફાઇન્ડ હોય છે અને ઓમેગા-6 ફેટી એસિડથી ભરપૂર હોય છે.
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શિયાળામાં રોજ ‘બદામ’ ખાવાથી શું થાય ? જાણી લો, ક્યારેય ન સાંભળેલા આ ‘5 મોટા ફાયદા’

Follow Us
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
ગીરસોમનાથ: રાખેજમાં શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને નુકસાન
ગીરસોમનાથ: રાખેજમાં શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને નુકસાન
સુરતમાં પોલીસના કબજામાં રહેલી 26 બાઇક બનીને રાખ
સુરતમાં પોલીસના કબજામાં રહેલી 26 બાઇક બનીને રાખ
ભાઈબીજના દિવસે દ્વારકાધિશ મંદિરમાં ઉમટ્યુ માનવ મહેરામણ- જુઓ Video
ભાઈબીજના દિવસે દ્વારકાધિશ મંદિરમાં ઉમટ્યુ માનવ મહેરામણ- જુઓ Video
Breaking News : માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ
Breaking News : માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ
જંગલના રાજાને જોવા પ્રવાસીઓની પડાપડી !
જંગલના રાજાને જોવા પ્રવાસીઓની પડાપડી !
સાયબર ફ્રોડમાં વધ્યો AIનો ઉપયોગ, લોકોને સવાચેત રહેવા પોલીસની અપીલ
સાયબર ફ્રોડમાં વધ્યો AIનો ઉપયોગ, લોકોને સવાચેત રહેવા પોલીસની અપીલ
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
g clip-path="url(#clip0_868_265)">