Health Tips : અમેરિકાએ જનરલ ઓફ કાર્ડીઓલોજીમાં પ્રસારિત એક અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે, અંગૂઠા (Thumb Test) અને હથેળીના સિમ્પલ ટેસ્ટથી એ વાતને ખૂબ જ સટીક રીતે જાણી શકાય છે. કે કોઈ વ્યક્તિમાં હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો કેટલો છે ? સંશોધન કર્તાઓએ તેને હિડન એઓર્ટિક એન્યુરિઝમનું નામ આપ્યું છે.
એઓર્ટિક એન્યુરિઝમ શું છે ? (aortic aneurysm)
ધમનીઓની દિવાલના કમજોર થવાના કારણે તે વધે છે. જેને એન્યુરિઝમ કહેવામાં આવે છે. તેનાથી ઘણીવાર ઇન્ટર્નલ બ્લીડિંગનો ખતરો પણ વધી જાય છે અને ગંભીર પરિસ્થિતિમાં મૃત્યુનો ખતરો પણ વધી જાય છે. સંશોધનકર્તાઓએ 305 વ્યક્તિઓનો થંબ પામ ટેસ્ટ કર્યો હતો. થંબ પામ ટેસ્ટ પોઝિટિવ આવે તો પણ એવું બિલકુલ નથી કે વ્યક્તિને હ્રદયરોગ સંબંધી કોઈ ઇમર્જન્સી છે.
ટેસ્ટને શોધનાર અને યેલ યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન એ જણાવે છે કે કેટલાક લોકો માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પણ હૃદય સંબંધિત બીમારી ન હતી. પરંતુ ઘણા લોકોમાં આ બીમારી જોવા મળી હતી.
કેવી રીતે કરશો ટેસ્ટ ?
હાથના પંજાને ખુલ્લો કરો. હવે અંગૂઠાને ધીરે ધીરે નાની આંગળી સુધી લઇ જવાનો પ્રયત્ન કરો. જો તમારો અંગૂઠો હથેળીની વચ્ચે સુધી આવે છે તો તેનો અર્થ એ છે કે હૃદય સંબંધિત કોઈ રોગની સંભાવના ઓછી છે. જો અંગુઠો નાની આંગળીની સીમાની પણ બહાર નીકળી જાય છે તો એઓર્ટિક એન્યુરિઝમનો ખતરો હોય શકે છે. હાડકાઓના લાંબા થવા કારણે જોઇન્ટ નરમ પડવાથી આવું થાય છે જે આ બીમારીનો સંકેત છે. જોકે જેટલી જલ્દી જાણકારી મળે તેટલા જલ્દી સારવાર લઈ શકાય છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)