Gujaratની મહિલાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુએસએ સુધી બિઝનેસ ડેવલોપ કર્યો

Gujaratની મહિલાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુએસએ સુધી બિઝનેસ ડેવલોપ કર્યો
Women of Gujarat developed business through social media to USA

જે મહિલા ઘરેથી કામ કરતી તે જ મહિલા હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી અમેરિકા (USA)સુધી પહોંચી છે. જેમાં USAના એક સર્વે પ્રમાણે 5 હજાર લગ્ન થવાના છે તેઓ સુધી લગ્નની વસ્તુ પહોંચાડી કમાણી કરવાનું સાધન શોધી લીધું છે

Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Aug 11, 2021 | 6:33 PM

આ વાત માનવામાં નહિ આવે પણ આ વાત સાચી છે. કહેવાય છે કે ખરાબ પરિસ્થિતિ માનવીને સંઘર્ષ કરતા શીખવાડે છે. બસ કોરોના કાળ દરમિયાન આ જ બન્યું. કપરી પરિસ્થિતિમાંથી અમદાવાદ અને રાજ્યવાસી બહાર નીકળ્યા અને જે નુકશાન કોરોનાકાળ દરમિયાન થયું તેને સરભર કરવા અને એક નવા અધ્યાય સાથે સોશિયલ મીડિયાના મારફતે લોકોએ કોરોનામાં ભાંગી પડેલા વેપાર ધંધા ઉભા કરવાનું શરૂ કર્યું.

જોકે તેનાથી પણ મોટી અને મહત્વની બાબત એ છે કે જે મહિલા(Women)  ઘરેથી કામ કરતી તે જ ગુજરાત(Gujarat) ની મહિલા હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી  અમેરિકા (USA)સુધી પહોંચી છે. જેમાં USAના એક સર્વે પ્રમાણે 5 હજાર લગ્ન થવાના છે તેઓ સુધી લગ્નની વસ્તુ પહોંચાડી કમાણી કરવાનું સાધન શોધી લીધું છે અને તે છે સોશિયલ મીડિયા. જ્યાં તમામ ઘર વખરીથી લઈને સજાવટ અને લગ્ન પ્રસંગની ખરીદી થઈ શકશે.

વિવા ટ્રિક. ગુજરાત ટ્રેડર્સ અને અમદાવાદ ચેમ્બર્સ વેલ્ફેર ફાઉન્ડેશનની બિઝનેશ વુમન વિંગએ દ્વારા ગ્રેટ ઇન્ટરનેશનલ મેળા ( વર્ચ્યુઅલી શોપિંગ ફેસ્ટિવલ ઇન યુએસએ) સેમિનારનું આયોજન કર્યું. જે સેમિનાર 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં રાજ્ય ની 250 મહિલાઓ સહિત લોકો જોડાઈ ચુક્યા છે તેમજ 500 સુધી સંખ્યા પહોંચે તેવો અંદાજ છે. તો 350 ઉપર અલગ અલગ વસ્તુ વર્ચ્યુઅલી ફેસ્ટિવલથી મળી રહેશે.

આયોજકોનું માનવું છે કે યુએસએમાં 2 વર્ષથી લગ્ન પ્રસંગ નથી થયા. જ્યાં એક સર્વે પ્રમાણે 5 હજાર લગ્ન છે. જે લગ્ન ઇચ્છુકો અને તેમના સ્વજનો સામાન્ય રીતે ભારત ખરીદી કરવા આવતા હોય છે. અને તેમાંથી ઘરેથી કામ કરનાર લોકો કમાણી પણ કરી શકતા હોય છે. જોકે કોરોનાને કારણે ન તો ખરીદી થઈ કે ન કમાણી જેના કારણે માહોલ બદલાઈ ગયો. ત્યારે અમેરિકાના લોકો ખરીદી કરી શકે અને રાજ્ય માં વેપાર ધંધા કરતો વર્ગ કમાણી કરી શકે તે માટે આ સેમિનારનું આયોજન કરાયું.

મહત્વનું છે કે આ સેમિનાર વર્ચ્યુઅલી યોજાયો છે. જેમાં ખરીદી કરનાર અને વેચાણ કરનાર ઓનલાઇન જોડાશે. જેના માટે ખાસ વેબસાઈટ gim2021.com બનાવાઈ છે. જેના પર જઇ બને એકબીજા સાથે જોડાઈ શકશે. તો usa ના લોકો ખરીદી કરવાના હોવાથી સંવાદ કરવો અઘરું બની રહે જેને સરળ કરવા વેબસાઈટમાં ઈંગ્લીશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઈંગ્લીશ ઓટો ટ્રાન્સલેટ સિસ્ટમ પણ રખાઈ છે. જેથી સરળ સંવાદ થઈ શકે. જે પ્રયાસને સેમિનારમાં ભાગ લેનાર લોકોએ બિરદાવ્યો હતો.

તેની સાથે જ USA વસ્તુ પહોંચાડવાનો લઈને આયોજકો દ્વારા ખાસ ઈમ્પોર્ટ એક્સપોર્ટની પદ્ધતિ પર ધ્યાન આપી પાર્સલ કુરિયર સેવા પર પણ ધ્યાન આપ્યું. જેથી USA સુધી વસ્તુ વગર કોઈ સમસ્યાએ પહોંચી રહે. તો ઓનલાઇન મની ટ્રાન્જેક્શન સિસ્ટમ પણ રખાઈ છે. જેનાથી પણ બને તરફ એક સરળતા બની રહેશે.

આ પ્રકારનો મેળો કોરોનાનકાળ વચ્ચે પહેલી વાર યોજાઈ રહ્યો છે. જેમાં આયોજકોને આશા છે કે આ મેળો રાજ્યના વેપાર ધંધામાં એક આશીર્વાદ રૂપ સાબિત થશે તો USAથી લોકો ખરીદી કરતા તેમની વસ્તુનું મહત્વ પણ વધશે.

આ પણ વાંચો : લો બોલો, હવે ફૂલના પણ મળશે માસ્ક !! નથી આવતો વિશ્વાસ તો વાંચો આ સમાચાર

આ પણ વાંચો : WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati