લો બોલો, હવે ફૂલના પણ મળશે માસ્ક !! નથી આવતો વિશ્વાસ તો વાંચો આ સમાચાર

કોઈ પણ લગ્નમાં વર અને કન્યા માટે માસ્ક પહેરવું સૌથી મુશ્કેલ છે. આ સ્થિતિમાં, ફૂલ વેચનારે વર અને કન્યાને સ્ટાઇલિશ દેખાડવા અને કોવિડ -19 વિશે જાગૃતિ વધારવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.

લો બોલો, હવે ફૂલના પણ મળશે માસ્ક !! નથી આવતો વિશ્વાસ તો વાંચો આ સમાચાર
Flower Masks

કોરોના મહામારીએ લોકોની જીવનશૈલીને સંપૂર્ણપણે બદલી નાખી છે. લોકડાઉન અને કોરોનાની અસર એવી થઇ છે કે હવે એવું લાગે છે કે પહેલાની જેમ સામાન્ય જીવનમાં પાછા ફરવું ખૂબ જ મુશ્કેલ છે. આ દરમિયાન સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે મોટાભાગના લોકોએ ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

સારી વાત છે કે લોકો હવે જાગૃત થઈ રહ્યા છે કારણ કે ખબર નથી કે આ ખતરનાક માહામારી વિશ્વમાં કેટલો સમય રહેશે. એક તરફ, જ્યાં લોકો બદલાતી જીવનશૈલી સાથે જીવન જીવવાની આદત પાડી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો તેમની કમાણીના સાધન તરીકે ખાસ પ્રકારના માસ્ક પણ બનાવી રહ્યા છે અને લોકોને નવા વિકલ્પો આપી રહ્યા છે.

વર અને કન્યાને સ્ટાઇલિશ દેખાડવા અપનાવ્યો આ રસ્તો 

કોઈ પણ લગ્નમાં વર અને કન્યા માટે માસ્ક પહેરવું સૌથી મુશ્કેલ છે. આ સ્થિતિમાં, ફૂલ વેચનારે વર અને કન્યાને સ્ટાઇલિશ દેખાડવા અને કોવિડ -19 વિશે જાગૃતિ વધારવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. લોકો આ પદ્ધતિને એટલી પસંદ કરી રહ્યા છે કે હવે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

મદુરાઇમાં ફૂલ વેચનારે બનાવ્યા માસ્ક

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મદુરાઈમાં (Madurai) મોહન (Mohan) નામના ફૂલ વેચનારે ખાસ કરીને વર અને કન્યા માટે ફૂલના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. તેમના દ્વારા બનાવેલા આ ફૂલના માસ્ક જોવામાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. મોહન અલગ-અલગ રંગોના સુંદર ફૂલોથી આ માસ્ક બનાવે છે, જેથી વર અને કન્યા તેને પસંદ કરે. તે કહે છે કે લાખ સમજાવ્યા પછી પણ લોકો લગ્નમાં માસ્ક પહેરતા નથી. હું વર અને કન્યાને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ફૂલના માસ્ક બનાવું છું, જેથી આપણે કોરોનાથી બચી શકીએ.

 

આ પણ વાંચો :12 jyotirlinga: ‘મહાકાલ’ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? જાણો, ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા

આ પણ વાંચોShravan-2021: ભૂલથી પણ મહાદેવને આ વસ્તુઓ ન કરતા અર્પણ, નહીંતર બની જશો પાપના ભાગીદાર !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati