Weather Forecast: 10 રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં કેટલો થશે વરસાદ ?

Weather Forecast Gujarat : ગુજરાતમાં ઠંડી પ્રમાણ યથાવત રહેવા સાથે કેટલાક વિસ્તારમાં આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 16, 2021 | 6:37 PM

Weather Forecast Gujarat : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ( Western Disturbances ) અને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનથી (Cyclonic Circulation) દેશના કેટલાક રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે.દેશના વિભિન્ન પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં આકાર લઈ રહેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસર જોવા મળી રહી છે. ઉતર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના કેટલાક ભાગમાં સોમવારે કમોસમી વરસાદની આગાહી (Weather Forecast Gujarat) કરવામાં આવી છે. તો ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી કરાઈ છે. દેશના પર્વતીય વિસ્તારો ખાસ કરીને હિમાલય પર્વતમાળા ક્ષેત્રમાં આવેલા રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાની આગાહીને પગલે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયુ છે. જમ્મુ કાશ્મિરથી લઈને હિમાચલ સુધીના વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ ઉપરાંત કેટલાક સ્થળે બરફવર્ષા વરસી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનથી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મિર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલગાણા, તામિલનાડુ રાજ્યમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામા વિભાગે કરી છે. ગુજરાતમાં ઠંડી પ્રમાણ યથાવત રહેવા સાથે કેટલાક વિસ્તારમાં આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

 

આ પણ વાંચો : Brahmaastra: બોલીવુડનાં લવ બર્ડ સાથે નાગાર્જુને પૂરું કર્યું શૂટિંગ, 5 ભાષામાં થશે રિલીઝ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">