AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના નેતા નિયમ તોડે એ ચાલે ? મંજૂરી વગર કાળા કાચવાળી ગાડીઓ દોડાવી, ભોજપુરી ગીતો સાથે રોડ બાનમાં લીધો – જુઓ Video

સુરતમાં યુપીના ધારાસભ્યના લક્ઝુરિયસ કારના કાફલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. VIP રૂટ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા આ કાફલા પર અને ભાજપના ધારાસભ્ય પર હવે ગંભીર સવાલો ઊભા થયા છે.

ભાજપના નેતા નિયમ તોડે એ ચાલે ? મંજૂરી વગર કાળા કાચવાળી ગાડીઓ દોડાવી, ભોજપુરી ગીતો સાથે રોડ બાનમાં લીધો - જુઓ Video
| Updated on: Jun 26, 2026 | 5:15 PM
Share

ઉત્તર પ્રદેશ (UP) ભાજપના ધારાસભ્ય ચંદ્રભાન પાસવાનના કાફલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ કાફલા પર સુરતમાં ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

ટ્રાફિકના નિયમો વિરુદ્ધ ગાડીઓ દોડાવી

મળતી માહિતી મુજબ, ધારાસભ્યનો આ કાળા કાચવાળી લક્ઝુરિયસ કારનો કાફલો સુરત એરપોર્ટથી નીકળીને વેસુ થઈને સર્કિટ હાઉસ પહોંચ્યો હતો. ચર્ચા થઈ રહી છે કે, સુરતમાં આ પ્રકારના કારના કાફલા માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન (મંજૂરી) લેવામાં આવી ન હતી. આ લક્ઝુરિયસ કારના કાફલામાં જોડાયેલ અનેક ગાડીઓ ટ્રાફિકના નિયમો વિરુદ્ધ દોડતી જોવા મળી હતી.

આ ઉપરાંત, ધારાસભ્યના સમર્થકોએ ઉધના-મગદલ્લાથી લઈને એરપોર્ટ સુધીના આખા રોડ પર ભોજપુરી ગીતો વગાડીને રસ્તાને એક પ્રકારે બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય ચંદ્રભાન પાસવાન સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં વસતા પરપ્રાંતીય સમર્થકો તેમના સ્વાગતમાં કોઈ કસર છોડવા માગતા ન હોય એમ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. જો કે, ત્યારબાદ તમામ કાળા કાચવાળી કારનો કાફલો ધારાસભ્યને લઈને સીધો વેસુ થઈને સર્કિટ હાઉસ પહોંચ્યો હતો.

પોલીસની કામગીરી સામે સવાલો

આ દરમિયાન કારના કાફલાએ નિયમનો ભંગ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. એરપોર્ટ રોડ જેવો અતિ સંવેદનશીલ અને VIP રૂટ હોવા છતાં, આટલી મોટી સંખ્યામાં નિયમ વિરુદ્ધ ગાડીઓ પસાર થઈ ગઈ અને સ્થાનિક તંત્ર અજાણ રહ્યું, તે સુરત ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કરે છે.

Disclaimer: ઉપરોક્ત અહેવાલમાં દર્શાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે. TV9 Gujarati આ વાયરલ વીડિયોની સત્યતાની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા

Follow Us
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
g clip-path="url(#clip0_868_265)">