AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા

મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા
| Updated on: Jun 26, 2026 | 3:59 PM
Share

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવાના મામલે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાનો ઉપયોગ રાજકીય હિત માટે કરી રહ્યા છે.

મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા સહિત કુલ આઠ લોકોને સજા થઈ છે, જેમાં એક એવી મહિલાનો પણ સમાવેશ થાય છે જેને 16 મહિનાની નાની બાળકી છે. આ બાબત દુઃખદ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવા માટે સારા વકીલની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી અને તેમની કાનૂની લડતમાં યોગ્ય સહયોગ કેમ આપવામાં આવ્યો નહોતો.

મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા. તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલાં એક જાહેર મંચ પર તેમની ચૈતર વસાવા સાથે મુલાકાત પણ થઈ હતી અને તે સમયે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે, હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રાજકીય સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે અને ચૈતર વસાવાના મુદ્દાને રાજકીય રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે દિલ્હી અને ગુજરાતના વકીલો કેસ લડવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ કેસની સુનાવણી દરમિયાન આ સહયોગ કેમ આપવામાં આવ્યો નહોતો તે સવાલ યથાવત છે. સાંસદે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા એક સરળ અને ભોળા સ્વભાવના વ્યક્તિ છે અને કેટલાક લોકો તેમને રાજકીય રીતે મોહરા તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા ‘AAP’ની તૈયારી, હાઇકોર્ટમાં લડાશે કાનૂની જંગ

Follow Us
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
g clip-path="url(#clip0_868_265)">