AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad : પારનેરા ડુંગર ખાતે નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

પારનેરા ડુંગર ખાતે નવરાત્રી નિમિત્તે યોજાયેલા મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું. ખાસ કરીને વલસાડ રૂરલ PIને પારનેરા ડુંગરના મેળામાં દર્શન કરવા માટે આવતા ભક્તોના પાકીટ, મોબાઈલ અને ઘરેનાઓની ચોરી અટકાવવા દર 500 મીટરે ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. નવરાત્રીના મેળામાં પારનેરા ડુંગર ખાતે અંદાજે 10 લાખથી વધુ ભક્તો મંદિરે દર્શન કરવા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 8:26 PM
Share

વલસાડ શહેર નજીક આવેલા પારનેરા ડુંગર ખાતે નવરાત્રી નિમિત્તે યોજાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અંદાજે 2.50 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને અહીં આવતા દર્શનાર્થીઓની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મેળા આયોજન અને મંદિર ટ્રસ્ટ સાથે વલસાડ પોલીસ વિભાગ દ્વારા લોકો માટે તમામ સગવડો સાથે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને કોઈપણ અગવડ ન પડે અને શાંતિ પૂર્ણ માહોલમાં ભક્તો દર્શન કરી શકે તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. મહત્વનુ છે કે હાલમાં સમયમાં સમગ્ર રાજ્યમાં વધતી હાર્ટ એટેકની ઘટનાઓને ધ્યાને રાખીને પણ 3 જેટલી અરોગ્યની ટીમ અહીં સ્ટેન્ડબાય રાખવામા આવી હતી. ખાસ કરી ને મેળામાં આવતા ભક્તોના સામાનની સુરક્ષા માટે દર 500 મીટરે પોલીસનું પેટ્રોલિંગ ગોઠવાયુ હતું.

દૂરદૂરથી દર્શનાર્થીઓ આવતા હોવાથી તેમને કોઈપણ તકલીફ ન પડે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ, મેળા આયોજન સમિતિ અને વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

મેળા આયોજન સમિતિ દ્વારા માતાજીના દર્શન કરવા આવતા ભક્તો માટે જરૂરી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈપણ ભક્તોને કોઈપણ રીતની તકલીફ ન પડે અને ભક્તો પુરી આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીના શાંતિ પૂર્વક દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

વલસાડ રૂરલ PIને પારનેરા ડુંગરના મેળામાં દર્શન કરવા માટે આવતા ભક્તોના પાકીટ, મોબાઈલ અને ઘરેનાઓની ચોરી અટકાવવા દર 500 મીટરે ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

નવરાત્રીની રાત્રીએથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોવાથી મેળાના રૂટ ઉપર જરૂરી લાઈટ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ખાસ કરીને નવરાત્રીના આઠમના મેળામાં પારનેરા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો અને સ્વયમ સેવકો ઠેરઠેર મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Valsad Video: વાપી-ઉમરગામ GIDCમાં ફૂડ વિભાગની તવાઈ, 500 કિલોથી વધારે ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો

દર્શન કરવા આવતા ભક્તોને પીવાનું પાણી અને શરબર નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નવરાત્રીના આઠમના મેળામાં પારનેરા ડુંગર ખાતે અંદાજે 10 લાખથી વધુ ભક્તો મંદિરે દર્શન કરવા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દૂરદૂરથી આવતા માતાજીના ભક્તોએ આવનાર વર્ષ માટે તંદુરસ્તી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">