દાદરાનગર હવેલીના ખેરડી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, 10 ફાયર ફાઈટરો ઘટના સ્થળે

આગ લાગવાનું ચોક્કસ શું કારણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કેમિકલ નું ઉત્પાદન કરતી આ કંપનીમાં સેંકડો કામદારો કામ કરે છે. ત્યારે અંદર કોઇ ફસાયું છે કે કેમ એ પણ ચોક્કસ ખબર નથી. હાલ તો અંદર કોઇ ફસાયું નહીં હોવાના કંપનીના સંચાલકો દાવો કરી રહ્યા છે. ત્યારે આજ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ જ આ મામલે પુષ્ટિ થશે.

દાદરાનગર હવેલીના ખેરડી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, 10 ફાયર ફાઈટરો ઘટના સ્થળે
Dadra Nagar Haveli Chemical Factory Fire
Sachin Kulkarni

| Edited By: Chandrakant Kanoja

Mar 19, 2022 | 11:50 PM

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના(Dadra Nagar Haveli)ખેરડી વિસ્તારમાં આવેલી આરતી સર્ફેકટન્સ નામની કેમિકલ બનાવતી કંપનીમાં (Chemical Factory) આજે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. આગ (Fire) લાગતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જોકે કેમિકલ બનાવતી આ કંપનીમાં લાગેલી આગે પળભરમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. કેમિકલ ભરેલા ડ્રમ કંપનીમાં સ્ટોર કર્યા હોવાના કારણે આ ઝડપથી પ્રસરી હતી અને આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી.તો કેમિકલ ભરેલા બેરલો આજની ચપેટમાં આવતાની સાથે જ ધડાકાઓ થયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માલ છવાયો હતો. ફાયરની ટીમને જાણ થતાં જ પહેલા બે જેટલા ફાયર ફાઈટરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પરંતુ આગનું રૂપ જોઈને ફાયરની ટીમે અન્ય ફાયર ફાઈટરો ને પણ સ્થળ ઉપર બોલાવ્યા હતા. એક સાથે 10 જેટલા ફાયર ફાઈટરો કંપનીમાં લાગેલી આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવી રહ્યા હતા. જોકે ભીષણ આગ વધુ ને વધુ પ્રસરી રહી હતી.

કંપનીમાં લાગેલી આગ મોડી રાત સુધી સંપૂર્ણપણે કાબુમાં આવી ન હતી

ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાના કારણે આજુબાજુની કંપનીઓ ઉપર પણ આગનું સંકટ તોળાઈ રહ્યું હતું. તો ફાયર ફાયટર હવે પાણીની સાથે સાથે ફોમ નો મારો પણ શરૂ કર્યો હતો. તેમ છતાં આગ ને કાબુમાં લેવુ જાણે અશક્ય બની રહ્યું હતું. મોડે સુધી આગ પોતાનો મિજાજ તેજ રાખતા ફાયર ફાયટરો માટે પણ મોટી સમસ્યા ઊભી થઈ હતી. સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કર્યો હતો. આરતી કંપનીમાં લાગેલી આગ મોડી રાત સુધી સંપૂર્ણપણે કાબુમાં આવી ન હતી.

કેમિકલનું ઉત્પાદન કરતી આ કંપનીમાં સેંકડો કામદારો કામ કરે છે

જોકે આગ લાગવાનું ચોક્કસ શું કારણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કેમિકલ નું ઉત્પાદન કરતી આ કંપનીમાં સેંકડો કામદારો કામ કરે છે. ત્યારે અંદર કોઇ ફસાયું છે કે કેમ એ પણ ચોક્કસ ખબર નથી. હાલ તો અંદર કોઇ ફસાયું નહીં હોવાના કંપનીના સંચાલકો દાવો કરી રહ્યા છે. ત્યારે આજ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ જ આ મામલે પુષ્ટિ થશે.

આ પણ વાંચો : Surat : પાંડેસરામાં હોળીના તહેવારમાં કુલ 06 બાળકો મળ્યા, SHE Teamએ બાળકોનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું

આ પણ વાંચો : Ahmedabad : નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં, રોડ કપાતની નોટિસો બાદ સ્થાનિકોનો વિરોધ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati