AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પાંડેસરામાં હોળીના તહેવારમાં કુલ 06 બાળકો મળ્યા, SHE Teamએ બાળકોનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું

પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક નહિ બે નહિ પણ 6 જેટલા નાના બાળકો ગુમ થયાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા અલગ-અલગ પીસીઆર વાન અને પોલીસની ટીમ દ્વારા છ બાળકોને પોતાના વાલી વારસને શોધી અને બાળકોને સહીસલામત પરત કર્યા હતા.

Surat : પાંડેસરામાં હોળીના તહેવારમાં કુલ 06 બાળકો મળ્યા, SHE Teamએ બાળકોનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું
Surat: Pandesara police reunited a total of 06 children with their families during Holi festival
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2022 | 10:41 PM
Share

Surat :  પાંડેસરા  પોલીસ (police) સ્ટેશન વિસ્તારમાં હોળી-ધુળેટીના (holi)તહેવાર દરમ્યાન કુલ 06 બાળકો (Children) મળી આવેલ, SHE Team દ્વારા તાત્કાલીક બાળકોના વાલી વારસા શોધી તેમની સાથે મિલન કરાવવામાં આવ્યું.સુરત શહેરમાં અને તેમાં પણ કેટલાક એવા વિસ્તારો જયાં ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર બાળકો ગુમ થવાની ફરિયાદો સતત અવારનવાર બનતી રહેતી હોય છે. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ કરીને દરેક પોલીસ સ્ટેશનોને બાળકો ગૂમ થવા બાબતે ફરિયાદને ધ્યાનથી લઇ કામગીરી કરવા માટે સૂચના કરે છે. તે દરમિયાન માત્ર એક જ દિવસ એટલે કે ધૂળેટીના તહેવારના દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક નહિ બે નહિ પણ 6 જેટલા નાના બાળકો ગુમ થયાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા અલગ-અલગ પીસીઆર વાન અને પોલીસની ટીમ દ્વારા છ બાળકોને પોતાના વાલી વારસને શોધી અને બાળકોને સહીસલામત પરત કર્યા હતા.

દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત શહેરમાં નાના બાળકો સાથેની જે ઘટનાઓ જ ગંભીર બને છે. તેને ધ્યાનમાં રાખીને એક બાજુ સરકાર પણ ચિંતિત છે. ત્યારે બીજીબાજુ સ્થાનિક પોલીસ પણ ચિંતિત છે. કારણ કે નાના બાળકો અચાનક ગુમ થઈ જતા હોય છે અને, આવા કિસ્સાઓમાં કયારેક કોઇ મોટી દુર્ઘટના બની જાય છે. સાથે નાના બાળકોના અપહરણની ઘટના પણ સતત બનતી હોય છે. જેથી ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જેવા કે ઉધના પાંડેસરા સચીન જીઆઇડીસી હજીરા ઈચ્છાપુર આ વિસ્તારની અંદર PCR વાન અને સ્થાનિક પોલીસને સતત વોચ રાખવા માટે અને જો નાના બાળકો મળી આવે તો તેમની તાત્કાલિક તપાસ કરી અને પોતાના વાલીવારસા માટે તપાસ શરૂ કરવાની સૂચના કરી છે.

મહત્વની વાત એ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક જ દિવસની અંદર ધુળેટીના દિવસે પણ અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો મળી આવવાની સાથે જ સુરત પીસીઆર દ્વારા અને સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ટીમ બાળકોના નિવેદનો લઇ અને પોતાના માતા-પિતા સુધી પરત કરવાની કામગીરી કરી હતી.

આ પણ વાંચો : જામનગર : કૃષિ મંત્રીએ ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો : અમદાવાદ : સરકારી જમીનો પરના દબાણો દુર કરવા જિલ્લા કલેક્ટરની સ્પષ્ટ સૂચના, નળ સરોવર અને મુનસર તળાવને વધુ વિકસાવવા તાકીદ

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">