AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરામાં બસ સ્ટેશનનો શેડ ધરાશાયી થવાના લાઈવ CCTV આવ્યા સામે, એક વૃદ્ધે ગુમાવ્યો જીવ- જુઓ Video

વડોદરામાં સેન્ટ્રલ બસ સ્ટેશનનો શેડ અચાનક તૂટી પડતા તેની નીચેથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ પર આ શેડનો કાટમાળ પડ્યો હતો. જેમા ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત થયુ હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. હાલ આ શેડ પડવાની CCTV ફુટેજ સામે આવ્યા છે.

Breaking News: વડોદરામાં બસ સ્ટેશનનો શેડ ધરાશાયી થવાના લાઈવ CCTV આવ્યા સામે, એક વૃદ્ધે ગુમાવ્યો જીવ- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2026 | 4:05 PM
Share

વડોદરામાં 10 અપ્રિલે સેન્ટ્રલ બસ સ્ટેશન પર ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ શેડ અચાનક ધરાશાયી થયો એ સમયે નીચેથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ રાહગીર પર આ શેડનો કાટમાળ પડ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ આવી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં દૈનિક 70 હજારથી વધુ મુસાફરો આવે છે અને 2200 જેટલી એસટી બસોનું સંચાલન થાય છે. વડોદરામાં નવુ બસસ્ટેશન બન્યુ તેને માંડ 12,13 વર્ષ થયા છે. ₹114 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેશનનુ ઉદ્દઘાટન ફેબ્રુઆરી 2014માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ.  હાલ બસ સ્ટેશનના સ્ટ્રક્ચરની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠે છે કે એવુ તો કેવુ હલકી ગુણવત્તાનું બાંધકામ હશે કે માત્ર 13 વર્ષમાં ધરાશાયી થવા લાગે.

અહીં Video જુઓ

સૌથી કરૂણ બાબત એ છે કે આ શેડ અચાનક ધરાશાયી થતા એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. જ્યારે હજુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. તંત્ર એકબીજા પર દોષારોપણ કરી રહ્યુ છે. ત્યારે જવાબદેહી કોની તે મોટો સવાલ છે. રોજ અહીંથી હજારો નાગરિકો પસાર થાય છે. રોજની 2000થી વધુ બસો અહીંથી પસાર થાય છે. સદ્દનસીબે એ સમયે ત્યાંથી માત્ર બે જ લોકો પસાર થઈ રહ્યા હતા, નહીં તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોત.

બીજો સવાલ એ પણ છે કે શેડ નબળો પડી રહ્યો છે. ગમે ત્યારે ધડામ દઈને તૂટી શકે છે, તે અંગે શું કોઈને જાણ જ ન હતી? જર્જરીત થયેલા શેડને તૂટે એ પહેલા કેમ ઉતારી ન લેવાયો તે પણ મોટો સવાલ છે. શું શેડ નબળો પડ્યો છે તે અંગે તંત્ર જાણી જોઈને અંધારામાં રહ્યુ ?  લોકોના જીવના ભોગે આંખ આડા કાન કરનારા તંત્રના સત્તાધિશોને શું કોઈ સજા થશે? શું આ ઘટનામાં કોઈની જવાબદેહી નક્કી થશે. હરહંમેશની જેમ ઘટનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભરચક માહોલમાં ભૂલાવી દેવામાં આવશે?

Input Credit- Anjali Ojha- Vadodara

રાજકોટના વેજા ગામમાં મચ્છરોનો ત્રાસ એટલો કે ગામમાં કોઈ દીકરી પરણાવવા તૈયાર નથી– જુઓ Video

Follow Us
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
g clip-path="url(#clip0_868_265)">