વડોદરા ભાજપની જૂથબંધીથી કંટાળીને પ્રદેશ સમિતિએ સંઘના આ વ્યક્તિને પ્રમુખનો પદભાર સોંપ્યો
વડોદરા ભાજપમાં જૂથવાદને કારણે પ્રદેશ સમિતિએ RSSના આગેવાન જયપ્રકાશ સોનીને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા છતાં બહારના વ્યક્તિની પસંદગીથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયથી પક્ષમાં અંદરોઅંદરના ગણગણાટ અને વિવાદો વધી શકે છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ભાજપના આગેવાનોના અલગ-અલગ જૂથોમાં ચાલતા નામોમાંથી કોઈનું પણ નામ મૂકવામાં આવ્યું નહીં અને આખરે આરએસએસના આગેવાન જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓએ પેંડા વહેચી ખુશી વ્યક્ત કરી હતી.
સેન્સ પ્રક્રિયા દરમિયાન તમામ કાર્યકર્તાઓ અને આગેવાન લેવામાં આવી હતી ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે ૪૪ જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી જોકે તે વખતે પણ ક્લસ્ટર રિચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંકેત આપ્યા હતા કે આ 44 કરતાં પણ અલગ નામ નીકળે તો કોઈ નવાઈ નહીં રહે. વડોદરા શહેરનું રાજકારણ રાજ્યમાં વિવાદોના રાજકારણ તરીકે પ્રખ્યાત છે ત્યારે આ પ્રકારનું ચર્ચાઓ માંથી બહારનું જ નામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં અનેક ગણગણાટ સંભળાયો હતો
પોતાના લોબીના વ્યક્તિને શહેર ભાજપ પ્રમુખ નું પદ મળે તે માટે અનેક મથામણો કરવામાં આવી હતી. પરંતુ અંતે સેન્ટ્રલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર અને મૂળ સંઘ પરિવારમાંથી આવતા ડો. જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જ કાર્યકર્તાઓ વિચારમાં પડી ગયા હતા. જો કે વર્તમાન પ્રમુખ રીપીટ ન થાય તે માટે પણ અનેક લોકોએ મથામણ કરી હતી. અંતે નવા જ ચહેરાને મૂકતા વડોદરાની કમાન સંઘને સોંપી દેવાઈ છે.
શહેર ભાજપના પ્રમુખ પદે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતા ભાજપમાં અલગ-અલગ જૂથો દ્વારા પોતાના માનિતાના નામ ચલાવવામાં આવતા હતા તેમાંથી એક પણ કાર્યકર્તાનું નામ આવ્યું નહીં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈ નામ નહિ આવતા કાર્યકર્તાઓને પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં રહી હતી.
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો