વડોદરા : સાયકલનું ડોનેશન આપીને મહિલાઓને આર્થિક પગભર કરવાનો પ્રયાસ
બાયસીકલ મેયર ઓર્ગેનાઝેશન, પેડલીંગ ફોર ફીટનેસ ગ્રુપ તથા બેન્જામીન વર્લ્ડ સ્કુલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો, ચાર કિલોમીટરથી વધુ પગપાળા અવર-જવર કરીને ઘરકામ કરતી મહિલાઓને સાયકલનું ડોનેશન અપાયું,
વડોદરાના (Vadodara) વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા સાયકલનું (Bicycle) ડોનેશન આપીને વડોદરાની કેટલીક મહિલાઓને (Women) આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના અંતર્ગત બાયસીકલ મેયર ઓર્ગેનાઝેશન, પેડલીંગ ફોર ફીટનેસ ગ્રુપ તથા વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્જામીન વર્લ્ડ સ્કુલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રમજીવી મહિલાઓને ફીટનેસ બાબતે સજાગ કરવાના પ્રયાસની સાથે સાથે આર્થિક રીતે વધુ પગભર કરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બાયસીકલ મેયર ઓર્ગેનાઝેશન, પેડલીંગ ફોર ફીટનેસ ગ્રુપ તથા બેન્જામીન વર્લ્ડ સ્કુલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો, ચાર કિલોમીટરથી વધુ પગપાળા અવર-જવર કરીને ઘરકામ કરતી મહિલાઓને સાયકલનું ડોનેશન અપાયું, બાયસીકલ મેયર ઓફ વડોદરા, ટ્રાયમ ફાઉન્ડેશન (વલસાડ), સાયકલ ફોર લાઇફ (સીએલએફ) દિલ્હી તથા વડોદરા સ્થિત બેન્જામીન વર્લ્ડ સ્કુલના સહયોગથી વડોદરાના ઉર્મિલાબેન ચૌહાણ, ગાયત્રીબેન રાઠોડ તથા સંગીતાબેન માછીને સાયકલ ડોનેશન કરવામાં આવી હતી.
બાયસીકલ મેયર ઓફ વડોદરાના સચીન જાધવ, પેડલીંગ ફોર ફીટનેસ ગ્રુપના કુલદીપસિંઘ જાદવ તથા બેન્જામીન વર્લ્ડ સ્કુલના સંચાલક મિહીર પારેખ દ્વારા પ્રતિવર્ષ સાયકલ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં મહિલાઓને ફીટનેસના મામલે ‘હમ ફીટ તો ઇન્ડિયા ફીટ’નો સંદેશ આપીને જાગૃત કરવાનો પ્રયાસ થતો હોયો છે. તેની સાથે સાથે આર્થિક રીતે સશક્ત ન હોય તેવી શ્રમજીવી મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે સહાય પણ આપવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : કચ્છ : વિજ પ્રશ્નોને લઇ ખેડૂતોનો વિરોધ, નખત્રાણામાં ઢોલ-થાળી વગાડી ખેડૂતોએ ધરણાં કર્યા