કચ્છ : વિજ પ્રશ્નોને લઇ ખેડૂતોનો વિરોધ, નખત્રાણામાં ઢોલ-થાળી વગાડી ખેડૂતોએ ધરણાં કર્યા
ભુજમાં સુત્રોચ્ચાર સાથે ખેડૂતોએ પુરી 8 કલાક વિજળી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કિસાનસંઘના આગેવાન કાનજી ગાગલે જણાવ્યું હતું કે વિજળીનો ખુબ મોટો પ્રશ્ન છે અને ઔદ્યોગિક કાપને બદલે સરકાર ખેડુતોને વિજળી આપવામાં કાપ મુકી રહી છે.
કચ્છમાં (Kutch) 16 તારીખથી કચ્છના પ્રાણ પ્રશ્ન એવા નર્મદાના (Narmada) વધારાના પાણી (Water) મુદ્દે કચ્છભરના ખેડૂતો (Farmers) આંદોલનની (Movment) શરૂઆત કરી રહ્યા છે. જોકે તે પહેલા આજે કચ્છના વિવિધ તાલુકા મથકો પર ખેડૂતોએ સ્થાનિક નડતા પ્રશ્નો સંદર્ભે વિરોધ નોંધાવ્યો છે. આમ તો કચ્છના નખત્રાણા, ભુજ તાલુકાના ખેડૂતોની લાંબા સમયથી અનિયમીત વિજળી મળવાની ફરીયાદ છે. જોકે હાલ જ્યારે ઉનાળુ વાવેતર શરૂ થયું છે. અને પુરતું પાણી નથી તેવામાં ખેડૂતોએ આજે વિવિધ પ્રશ્નોને લઇને વિરોધ નોંધાવ્યો છે. ભુજમાં સુત્રોચ્ચાર સાથે ખેડૂતોએ પુરી 8 કલાક વિજળી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કિસાનસંઘના આગેવાન કાનજી ગાગલે જણાવ્યું હતું કે વિજળીનો ખુબ મોટો પ્રશ્ન છે અને ઔદ્યોગિક કાપને બદલે સરકાર ખેડુતોને વિજળી આપવામાં કાપ મુકી રહી છે. જેને લઇ પ્રશ્ન નહીં ઉકેલાય તો ખેડૂતો ઉગ્ર વિરોધ કરશે. અને તમામ ફીડરો પર ધરણાંનો કાર્યક્રમ આપશે તો બીજી તરફ નખત્રાણામાં ખેડુતોએ ઢોલ-થાળી વગાડી PGVCL કચેરી સામે વિરોધ નોંધાવી ધરણા કર્યા હતા.
ખેડૂતોએ થાળી-ઢોલ વગાડ્યા
નખત્રાણા કચ્છનો બારડોલી વિસ્તાર ગણાય છે અને અહીં ખેતી ખુબ સારી થાય છે. જોકે છેલ્લા 4 મહિનાથી ખેડૂતોને અપુરતી વિજળી મળી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં સળંગ 4 કલાક વિજળી મળી રહી નથી. ત્યારે અવાર-નવાર રજુઆત બાદ આજે કિસાનસંઘ અને ખેડુતોએ સાથે મળી નખત્રાણા કચેરી ખાતે ઢોલ-થાળી વગાડી પોતાના પ્રશ્નો સંદર્ભે રજુઆત કરી હતી. અને ધરણા પર બેસી ગયા હતા. ખેડુતોની માંગ છે કે પુરતી વિજળી સાથે નખત્રાણાના વીથોણ ગામને સુર્યોદય યોજનામાં સમાવી તેનો લાભ આપો અને જે અનિયમીત વિજળીની સમસ્યા છે તે દુર કરો, તો ખેડૂતોએ સમયસર વિજળી નહી તો સમયસર બીલ પણ ન આપો તેવી રજુઆત કરી હતી, તો ખરાબ ફીડર,વિજવાયરોનું નિરીક્ષણ સ્થળ પર જઇ કરવા માંગ કરી હતી.
ઊંડા જળસ્તર,અપુરતી સુવિદ્યા વચ્ચે કચ્છના ખેડૂતોએ ખેતીમાં કમાલ તો કરી છે. પરંતુ હવે ખેતી કરવી મુશ્કેલ બની છે તેવી ખેડૂતોની માંગ છે. અપુરતા પાણી વચ્ચે હવે વિજળી પણ નિયમીત ન મળતા ખેડૂતો અનોખા વિરોધ દ્વારા તંત્રને જગાડવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે વિજ સમસ્યાને લગતા ઘણા પ્રશ્નો સદંર્ભે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. સાથે ચિમકી પણ ઉચ્ચારી છે કે માંગ નહી સંતોષાય તો કિસાનો આક્રમક વિરોધ નોંધાવશે.
આ પણ વાંચો : ખેડૂતો 11 થી 17 એપ્રિલ સુધી MSP ગેરંટી સપ્તાહનું પાલન કરશે, 21 માર્ચે સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે