Vadodara : મ્યુકોરમાઇકોસિસના વધુ 6 કેસ નોંધાયા, 9 દર્દી ડિસ્ચાર્જ થયા

Vadodara: ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસથી થતા મોત ચિંતાનો વિષય બન્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 19, 2021 | 9:00 AM

Vadodara: ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસથી થતા મોત ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા 24 કલાકમાં વડોદરામાં મ્યુકોરમાઈકોસિસથી 3 દર્દીના મોત થયા છે. તો 24 કલાક દરમિયાન વધુ 6 કેસ નોંધાયા છે. હાલ SSG હોસ્પિટલમાં 172 મ્યુકોરમાઇકોસિસના દર્દી સારવાર હેઠળ છે. GMERS ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 87 દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેર જિલ્લામાં વધુ 25 કેસ નોંધાયા છે. આ સાથે જ પોઝિટિવ કેસનો કુલ આંક 71,503 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત થતા વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 102 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધી 69,308 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1572 એક્ટિવ કેસ છે. જે પૈકી 48 દર્દી ઓક્સિજન ઉપર અને 38 દર્દી વેન્ટિલેટર પર છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">