Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં રખડતી આફતે માઝા મુકી અને કોર્પોરેશન સ્લીપિંગ મોડમાં, હવે કાર ચાલકને અડફેટે લીધો, જુઓ CCTV

વડોદરામાં (Vadodara) ફરી એકવાર રખડતા ઢોરનો (Stray cattle) આતંક સામે આવ્યો છે. વાઘોડીયા રોડ પર એક ગાયે અચાનક જ એક ચાલકી કાર પર હુમલો કરી દીધો હતો.

Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં રખડતી આફતે માઝા મુકી અને કોર્પોરેશન સ્લીપિંગ મોડમાં, હવે કાર ચાલકને અડફેટે લીધો, જુઓ CCTV
Stray Cattle (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 11:56 AM

વડોદરામાં (Vadodara) ઢોરનો આતંક ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. ફરી એક વાર રખડતી ગાયે એક કાર ચાલકને અડફેટે લીધો છે. આ ઘટના  વડોદરામાં વાઘોડિયા રોડ પર બની છે. ઘટનામાં કાર ચાલક તો બચી ગયો છે પણ તેની કારને ભારે નુકસાન થયુ છે. વારંવાર રખડતા ઢોરોને (Stray cattle) કારણે લોકોને થતી હાલાકીના પગલે હવે રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકા દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા કોઇ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ છે.

રખડતી ગાયે કારચાલકને લીધો અડફેટે

વડોદરામાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. વાઘોડીયા રોડ પર કે જ્યાં કારચાલક પસાર થઇ રહ્યો હતો ત્યાં અચાનક જ એક ગાય સીધી કાર ઉપર ફલાંગ લગાવે છે. રખડતી ગાયે અચાનક જ કારચાલક પર હુમલો કર્યો હતો. જેના CCTV પણ સામે આવ્યા છે. ગાયની ટક્કર એટલી જોરદાર હતી કે કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ગાય ફંગોળાઇને જમીન પર પટકાઇ હતી.  સદનસીબે સમગ્ર ઘટનામાં કારચાલકને કોઇ ઇજા નથી પહોંચી. પરંતુ કારના નુકસાનની ભરપાઇકોણ કરશે તે એક સવાલ છે.

વડોદરામાં અગાઉ બનેલી ઘટનાઓ

વડોદરામાં રખડતા ઢોરના કારણે અગાઉ અનેક લોકોને ઇજાઓ પહોંચી છે. એક વ્યક્તિએ તો આંખ ગુમાવી હતી, તો એકનો હાથ ભાંગી ગયો હતો. વિવિધ ઘટનાઓ પર નજર કરીએ તો મે મહિનામાં ઢોરે લોકોને અડફેટે લેવાની 6 ઘટનાઓ બની. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે જૂન માસમાં અત્યાર સુધી 2 ઘટનાઓ સામે આવી ચૂકી છે. હવે અહીં સવાલ એ સર્જાય છે કે ઢોરના આતંકની ઘટનાઓની હારમાળા સર્જાઇ રહી છે. પરંતુ તંત્ર કરી શું રહ્યું છે. ક્યારે શહેરીજનોને આ સમસ્યામાંથી મુક્તિ મળશે. મેયર કામગીરીનો દાવો કરે છે. તો વિપક્ષ રાજનીતિ કરી સંતોષ માને છે. તો જાડી ચામડીના અધિકારીઓ મૂકદર્શક બની તમાશો જોયા કરે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">