Sokhda Haridham:સ્વામી ગુણાતીત સ્વામીનું મૃત્યુ કે અપમૃત્યુ, પોસ્ટ મોર્ટમમાં ગળાના ભાગે શંકાસ્પદ નિશાન મળ્યા

વડોદરાના સોખડા હરીધામમાં( Sokhda Haridham) સ્વામી ગુણાતીત ચરણનું રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.સ્વામીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં હરીભક્તો સોખડા પહોંચી ગયા છે.

Sokhda Haridham:સ્વામી ગુણાતીત સ્વામીનું મૃત્યુ કે અપમૃત્યુ, પોસ્ટ મોર્ટમમાં ગળાના ભાગે શંકાસ્પદ નિશાન મળ્યા
Sokhda Haridham
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 6:58 PM

વડોદરાના(Vadodara)  સોખડા હરિધામ(Sokhda Haridham) મંદિરમાં વકરેલા વિવાદ વચ્ચે સ્વામી ગુણાતીતના (Swami Gunatit) મૃત્યુને લઇને અનેક આશંકા પેદા થઇ છે. જેમાં પોસ્ટ મોર્ટમમાં ગળાના ભાગે શંકાસ્પદ નિશાન મળ્યા છે. જેના પગલે પોલીસની બે ટીમો અલગ અલગ રીતે તપાસ કરશે.જેમાં ગુણાતીત સ્વામીની આત્મહત્યા કે અન્ય કારણો અંગે તપાસ કરવામાં આવશે. તેમજ સ્વામીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.સોખડા હરીધામમાં સ્વામી ગુણાતીત ચરણનું રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.સ્વામીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં હરીભક્તો સોખડા પહોંચી ગયા છે.જો કે પોલીસે સ્વામીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યા બાદ અંતિમ વિધિ કરવામાં આવશે.

બીજી તરફ સોખડા હરીધામના હરીપ્રકાશ સ્વામીએ સ્પષ્ટતા કરી છે કે, ગુણાતીત ચરણ સ્વામીને કફ અને અન્ય બીમારી હતી.. આ બીમારીના કારણે સ્વામી દેવલોક પામ્યા છે. પોલીસને પણ પ્રાથમિક રીતે કુદરતી મોત લાગી રહ્યું છે.હરિધામ સોખડા મંદિરમાં ગાદીના ગજગ્રાહ વચ્ચે પ્રબોધ સ્વામી જૂથના સંતનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી ગયેલા હરિભક્તોએ તાત્કાલિક અંતિમ ક્રિયા રોકાવી મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી મોત અંગે શંકા ઉપજાવી છે. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આજે ફરી એક વખત કલેકટર કચેરી દોડી ગયા હતા. આ દરમ્યાન હરિભક્તે જણાવ્યું હતું કે, હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીના નિધન ઉપર અમને શંકા છે. તેઓ હેલ્થી અને સેવામાં સક્રિય હતા.

બે દિવસ અગાઉ તેમણે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આજે તેમનું રહસ્યમય મોત નિપજ્યું છે. અમે કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીની અંતિમ ક્રિયા ઉપર રોક લગાવી પેનલ પોસ્ટમોર્ટમની સાથે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે. ગુણાતીત સ્વામીનું મોત નિપજતા હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અને રહસ્યમય મોત સામે અનેક સવાલો ઉભા થતા નિષ્પક્ષ તપાસની માગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રબોધ સ્વામી સહિતના સંતો કોર્ટના હુકમ બાદ સોખડા ધામ છોડી બાકરોલ સહિતના સ્થળે રવાના થયા હતા. આમ , ગાંદીના ગજગ્રાહમાં પ્રતિષ્ઠા દાવ પર લાગતા હરિભક્તોમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">