વડોદરાના ડબકા ગામમાં બે બાળકો નદીમાં ડૂબતા મોત, મોડીરાત્રે બાળકનો મૃતદેહ મળ્યો, હજુ 11 વર્ષની બાળકીની શોધખોળ ચાલુ
બંને બાળકો મહીસાગર (Mahisagar) નદીમાં પોતાના પશુઓને પાણી પીવડાવવા લઈ ગયા હતા જ્યાં તેઓનો પગ લપસી જતા બંને બાળકો નદીમાં ગરકાવ થઇ ગયા હતા
વડોદરા (Vadodara) જિલ્લાના પાદરાના ડબકા ગામમાં લાભા વિસ્તારમાં રહેતા પરિવારના બે બાળકો (children) મહીસાગર નદી (river) માં ડૂબયા મળતી વિગતો અનુસાર બંને બાળકો નજીકમાં આવેલી મહીસાગર (Mahisagar) નદીમાં પોતાના પશુઓને પાણી પીવડાવવા લઈ ગયા હતા જ્યાં તેઓનો પગ લપસી જતા બંને બાળકો નદીમાં ગરકાવ થઇ ગયા હતા જેની જાણ વડોદરા ફાયર વિભાગ તેમજ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડની મદદ દ્વારા સાત વર્ષના શૈલેષ જાદવ નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે પાયલ જાદવ નામની 11 વર્ષની બાળકીને મોડી રાત સુધી વડોદરા ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. સમગ્ર મામલે એક જ પરિવારના બે બાળકો નદીમાં ડૂબી જતા સમગ્ર ડબકા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે જોકે મોડી રાત સુધી વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ 11 વર્ષની પાયલ જાદવની કોઈપણ ભાળ મળી ન હતી. શૈલેષ જાદવના મૃતદેહને વડુંની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મહિસાગર નદીમાં વારંવાર ડૂબવાના કારણે મોત થવાના કિસ્સા બનતા રહે છે. હજુ 20 દિવસ પહેલાં જ મહીસાગર મંદિરની નજીક ગોઝારી દુર્ઘટના ઘટી છે. લુણાવાડાથી ન્હાવા આવેલા 5 યુવાનોના ડૂબતા મોત થતાં પંથકમાં એરેરાટી વ્યાપી છે. મહીં નદીમાં ન્હાવા માટે યુવકો આવ્યા હતા વહેણમાં વધારો થતાં અચાનક એક બાદ એક યુવાનો ડૂબી ગયા હતા.
આ અગાઉ આ પહેલા મહીસાગરમાં ધૂળેટી દરમિયાન કુલ 6 લોકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યુ હતું. તેઓ ધૂળેટી રમીને નદીમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબવાથી મોત નીપજ્યું હતું, મહીસાગર નદીમાં લુણાવાડાના હાડોડ નજીક 2 યુવકોના ડૂબી જતા મૃત્યુ થયા હતા. જ્યારે ઢેસિયા ગામના બે યુવકો હાડોડ નજીક નદીમાં ડૂબ્યા ગયા હતા. જ્યારે વણાંકબોરી નજીક પણ 4 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યુ હતું. આ ઉપરાંત નદી પરથી છલાંગ મારી વીરપુર પાસે નદીમાં 2 યુવકો તણાઇ ગયા હતા.
આ પણ વાંચોઃ જંબુસરના માલપુર ગામમાં આગની ઘટનામાં ત્રણ મકાન ભસ્મીભૂત, રહેવાસીઓએ તમામ ઘરવખરી ગુમાવી
આ પણ વાંચોઃ અમદાવાદ રિવરફ્રન્ટ પર નવા નજરાણા જોવા મળશે, આગામી 100 દિવસમાં સુવિધાઓ ઊભી કરાશે