સોખડા હરિધામમાં ગુણાતીત ચરણ સ્વામીનું રહસ્યમય સંજોગોમાં મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

ભક્તોએ આ મોત પર સવાલ ઉભા કર્યા છે. જેના પગલે તેમના અંતિમ સંસ્કારની અટકાવી દેવામાં આવી છે અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ બાબતે મંદિરના સ્વામી હરિ પ્રકાશે જણાવ્યું હતું કે સ્વામીને કફ અને અન્ય તકલીફો હતી. ભક્તોનું કહેવું છે કે માત્ર કફની તકલીફથી મોત થઈ શકે નહીં.

સોખડા હરિધામમાં ગુણાતીત ચરણ સ્વામીનું રહસ્યમય સંજોગોમાં મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
Gunatit Charan Swami dies under mysterious circumstances
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Apr 28, 2022 | 12:15 PM

હરિધામ સોખડા (Haridham Sokhada) માં ગુણાતીત ચરણ સ્વામીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. છેલ્લા કેટલાક દિવસથી સ્વામી બીમાર હતા અને આજે તેમનું મૃત્યુ થયું છે. તેઓ પ્રબોધ સ્વામી (Prabodh Swami) સગા થાય છે. જોકે ભક્તોએ આ મોત પર સવાલ ઉભા કર્યા છે. જેના પગલે તેમના અંતિમ સંસ્કારની અટકાવી દેવામાં આવી છે અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ બાબતે મંદિરના સ્વામી હરિ પ્રકાશે જણાવ્યું હતું કે સ્વામીને કફ અને અન્ય તકલીફો હતી. ભક્તોનું કહેવું છે કે માત્ર કફની તકલીફથી મોત થઈ શકે નહીં.

હરિધામ સોખડા મંદિરમાં ગાદીના ગજગ્રાહ વચ્ચે પ્રબોધ સ્વામી જૂથના સંતનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી ગયેલા હરિભક્તોએ તાત્કાલિક અંતિમ ક્રિયા રોકાવી મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી મોત અંગે શંકા ઉપજાવી છે. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આજે ફરી એક વખત કલેકટર કચેરી દોડી ગયા હતા. આ દરમ્યાન હરિભક્તે જણાવ્યું હતું કે, હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીના નિધન ઉપર અમને શંકા છે. તેઓ હેલ્થી અને સેવામાં સક્રિય હતા. બે દિવસ અગાઉ તેમણે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આજે તેમનું રહસ્યમય મોત નિપજ્યું છે. અમે કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીની અંતિમ ક્રિયા ઉપર રોક લગાવી પેનલ પોસ્ટમોર્ટમની સાથે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે.

ગુણાતીત સ્વામીનું મોત નિપજતા હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અને રહસ્યમય મોત સામે અનેક સવાલો ઉભા થતા નિષ્પક્ષ તપાસની માગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રબોધ સ્વામી સહિતના સંતો કોર્ટના હુકમ બાદ સોખડા ધામ છોડી બાકરોલ સહિતના સ્થળે રવાના થયા હતા. આમ , ગાંદીના ગજગ્રાહમાં પ્રતિષ્ઠા દાવ પર લાગતા હરિભક્તોમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

આ પણ વાંચોઃ  આણંદના ખંભાતમાં હિંસા ફેલાવનારા તત્વોની ખેર નહીં, ગેરકાયદે દબાણ પર ગમે ત્યારે ફરી શકે છે તંત્રનું બુલડોઝર

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati