Sokhda હરિધામ વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં શુક્રવારે સુનાવણી

ગુજરાત હાઈકોર્ટે( Highcourt) જણાવ્યું કે, કોને શું ખૂંચે છે તેની કોર્ટને જાણ છે પરંતુ, આ મામલાનું સમાધાન થાય તે જરૂરી છે..ત્યારે સાંજે ત્રણેય પક્ષકારોના વકીલ બેઠક કરશે.તેમાં તમામ વિવાદોનું કઈ રીતે સમાધાન થાય તેની ચર્ચા કરવામાં આવશે.આ

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Apr 28, 2022 | 5:13 PM

વડોદરાના(Vadodara)સોખડા હરિધામ મંદિર(Sokhda Haridham)વિવાદ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં(Highcourt) બન્ને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે..અને આવતીકાલે આ બાબતે કોર્ટમાં વધુ સુનાવણી થશે.આજે કોર્ટે તમામ પક્ષકારોને મધ્યસ્થી માટે ટકોર કરી. જેમાં સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે, કોને શું ખૂંચે છે તેની કોર્ટને જાણ છે પરંતુ, આ મામલાનું સમાધાન થાય તે જરૂરી છે..ત્યારે સાંજે ત્રણેય પક્ષકારોના વકીલ બેઠક કરશે.તેમાં તમામ વિવાદોનું કઈ રીતે સમાધાન થાય તેની ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં વકીલના નિર્ણય બાદ બેઠકમાં થયેલી કામગીરીને કોર્ટમાં અવગત કરાશે.

તમામ સંતોને સમાધાનનું વલણ રાખવા કોર્ટે આદેશ કર્યો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વડોદરાના સોખડા હરિધામનો વિવાદ છેક હાઇકોર્ટેસુધી પહોંચ્યો છે. જેમાં  હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો. જેમાં હાઇકોર્ટે 130 સંતોને સાંભળ્યા બાદ અદાલતે સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવાનો આદેશ કર્યો હતો . જ્યારે મહિલાઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ આપ્યો છે. તેમજ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સાહિતના પુરાવા જમા કરવા આદેશ આપ્યો છે. જયારે પ્રેમસ્વામી ,ત્યાગસ્વામી અને પ્રબોધસ્વામીને કોર્ટનો કડક શબ્દોમાં હુકમ કર્યો  હતો. તેમજ તમામ સંતોને સમાધાનનું વલણ રાખવા કોર્ટે આદેશ કર્યો હતો. જ્યારે હાઇકોર્ટે આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા હોવાના કોર્ટે નોંધ કરી છે.

જેમાં હરિના ધામમાં નીત નવા વિવાદ સર્જાઇ રહ્યા છે. જેમાં હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ અને પ્રબોધ સ્વામી એમ બે જૂથમાં વહેંચાઇ ગયું છે અને અહીં સંતો તથા સત્સંગીઓ સંતોના બે જૂથોમાં કાર્યરત છે. સંસ્થાના કર્તાહર્તા એવા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ મંદિરમાં જૂથવાદ વધ્યો અને હરિધામ સોખડાની ગાદી હસ્તક કરવા બે જૂથો વચ્ચે કાવાદાવા શરૂ થયા એકબીજાનું નીચુ દેખાડવા બંને જૂથે આમને-સામને અનેક આક્ષેપ કર્યા અને નીતનવા વિવાદ શરૂ કર્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati