Breaking News : IPL 2009 FEMA કેસમાં લલિત મોદીને ક્લીનચીટ મળી, જીતની ઉજવણી કરી જુઓ VIDEO
Lalit Modi : લલિત મોદીને આખરે 17 વર્ષ જૂના કેસમાં રાહત મળી છે. કોર્ટે તેમના પર લગાવવામાં આવેલ દંડ પાછો ખેંચી લીધો છે અને તેમને IPLની બીજી સીઝનના મુખ્ય વાસ્તુકાર જાહેર કર્યા છે.

આઈપીએલ 2009 દરમિમિયાન વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ એટલે કે, FEMAના ઉલ્લંધન મામલે લલિત મોદી અને બીસીસીઆઈને મોટી રાહત મળી છે. આ મામલો 2009માં આઈપીએલની બીજી સીઝનને ભારતમાંથી સાઉથ આફ્રિકા શિફ્ટ કરવા સાથે જોડાયેલો હતો. દેશમાં લોકસભા ચૂંટણીને લઈ ત્યારે આઈપીએલનું સાઉથ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતુ.
આ મામલે SAFEMA હેઠળ ટ્રિબ્યુનલને 16 જુલાઈના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં તેમણે લલિત મોદી પર લગાવેલા દંડને સંપૂર્ણ રીતે રદ્દ કર્યો છે. લલિત મોદી સિવાય બીસીસીઆઈના બીજા તત્કાલીન અધિકારીઓ એન,શ્રીનિવાસ અને એમપી પાંડવોને પણ આ કેસમાં રાહત મળી છે.
લલિત મોદીને મળી ક્લીન ચિટ
લલિત મોદીને ટ્રિબ્યુનલે સૌથી મોટી રાહત આપી છે અને કહ્યું કે, તે આઈપીએલની બીજી સીઝનને સાઉથ આફ્રિકામાં આયોજિત કરાવવાના મુખ્ય વાસ્તુકાર રહ્યા છે. ટ્રિબ્યુનલે કહ્યું કે, લલિત મોદી પર દંડ તેના પદ અને સસ્પેશનની નજરઅંદાજ કરતા લગાવ્યો હતો. ટ્રિબ્યુનલના મુજબ લલિત મોદીને ફંસાવવામાં આવ્યા હતા. ત્યારે તેના પર લાગેલા દંડ સંપુર્ણ રીતે ખોટો છે.
લલિત મોદીએ નિર્ણયનો મનાવ્યો જશ્ન
આઈપીએલ 2009 FEMA મામલે ટ્રિબ્યુનલથી ક્લીન ચિટ મળ્યા બાદ લલિત મોદીએ માત્ર ખુશી વ્યક્ત કરી નથી પરંતુ જીતનો જશ્ન પણ મનાવ્યો હતો. આ નિર્ણય પછી તે ખુશીથી ડાન્સ કરવા લાગ્યો હતો.
https://t.co/XKyChRdJhW It’s a win pic.twitter.com/kLthKUDMpa
— Lalit Kumar Modi (@LalitKModi) July 21, 2026
લલિત મોદીએ નિર્ણય પર શું કહ્યું?
ચુકાદા બાદ, લલિત મોદીએ જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલે તેમના વિરુદ્ધ EDના કેસના આધારને જ ફગાવી દીધો છે. ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે સાઉથ આફ્રિકામાં IPL 2009ના આયોજનને લગતા વ્યવહારો ફોરેન રેમિટન્સ કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા, કેપિટલ એકાઉન્ટમાંથી નહીં. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલે એ પણ શોધી કાઢ્યું હતું કે, તેઓ BCCIના FEMA પાલન માટે જવાબદાર નથી અને ED દ્વારા આક્ષેપ કરાયેલ નાણાકીય અધિકાર ધરાવતા નથી. તેમણે કહ્યું કે, જે પણ કામ કર્યું છે તે આઈપીએલ અને ભારતીય ક્રિકેટના હિત માટે કર્યું હતુ.
જ્યાં સુધી આઈપીએલને સાઉથ આફ્રિકા શિફટ કરવાની વાત છે. આના પર લલિત મોદીએ કહ્યું લોકસભાની ચૂંટણીના કારણે ભારતમાં આઈપીએલનું આયોજન અસંભવ હતુ. એટલા માટે તેમણે સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. જેનાથી માત્ર આઈપીએલ બચી ગયું એટલું જ નહીં પરંતુ તેને વિશ્વની એક મૂલ્યવાન રમતગમતની ઇવેન્ટ પણ બનાવી.
