Vadodara : ‘શૈશવ’ માં શિશુ પર અત્યાચાર ! બાળકોના વાલીઓએ શાળા સંચાલકો સામે નોંધાવી ફરિયાદ

કેટલાક વાલીઓએ (Student parents) સામાન્ય બાબતોમાં બાળકોને માર મારવામાં આવતો હોવાનો સંચાલકો પર આક્ષેપ કર્યો છે. વાલીઓને નર્સરીના 3 બાળકોના ચહેરા તથા હાથ પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે.

Vadodara : 'શૈશવ' માં શિશુ પર અત્યાચાર ! બાળકોના વાલીઓએ શાળા સંચાલકો સામે નોંધાવી ફરિયાદ
Shaishav school (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 10:08 AM

વડોદરાની(vadodara) શૈશવ શાળા(Shaishav school)  ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. કેટલાક વાલીઓએ(Student parents) સામાન્ય બાબતોમાં બાળકોને માર મારવામાં આવતો હોવાનો સંચાલકો પર આક્ષેપ કર્યો છે. વાલીઓને નર્સરીના 3 બાળકોના ચહેરા તથા હાથ પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. હવે આ સમગ્ર મામલે વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં (Vadodara Police)  ગુનો નોંધવા માટે અરજી આપી છે. તેમજ સંચાલકો સામે વહેલામાં વહેલી તકે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માગણી કરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

શાળા સંચાલકોએ વાલીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

વાલીઓએ શાળા સંચાલકો પર આક્ષેપ કરતા જણાવ્યુ કે, બાળકો પર અત્યાચાર થઈ રહ્યા છે, તે અંગે અમે CCTV જોવાનું કહેતા તે બાબાતે પણ મનાઈ કરી હતી.હાલ શાળા સંચાલકો શિક્ષકોને છાવરવાનો પ્રયત્ન કરતા હોય તેવુ લાગી રહ્યુ છે.તો બીજી તરફ શૈશવ શાળાના સંચાલકોએ વાલીઓના આક્ષેપને ખોટા ઠેરવતા કહ્યું કે, વાલીઓ કોઇ રજૂઆત કરવા આવ્યા જ નથી. ઉપરાંત શાળા સંચાલકો વાલીઓ સાથે વન ટુ વન વાત કરવા તૈયાર હતી. તેમજ CCTV ના આક્ષેપોને પણ પાયાવિહોણા ગણાવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">