વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા સૌથી મોટી, દર અઠવાડિયે એક-બે લોકોને અડફેટે લે છે છતાં નક્કર કાર્યવાહી કેમ નહીં?

રખડતા ઢોરને પાંજરે પૂરવા પાલિકાએ કાર્યવાહી કરી છે, પણ હકીકત તો તમારી સામે જ છે. લોકોની મુશ્કેલીમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી. તો એવી કાર્યવાહીનો અર્થ ખરો ? આ પીડા તો એને જ ખબર હોય જેની પર કે જેના પરિવાર પર વીતી હોય.

વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા સૌથી મોટી, દર અઠવાડિયે એક-બે લોકોને અડફેટે લે છે છતાં નક્કર કાર્યવાહી કેમ નહીં?
Stray cattle (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 11:25 AM

વડોદરા (Vadodara) માં કદાચ તમને ગુંડા બદમાશની બીક નહીં લાગે, તૂટેલા રસ્તાઓનો ત્રાસ કદાચ નહીં વરતાય પણ રસ્તે રખડતા ઢોર (stray cattle) થી તમારે ડરતા જ રહેવું પડશે. કેમકે મહાનગરપાલિકા (Corporation) આ મામલે પાણીમાં જ બેસી ગઈ છે. અચાનક જ યમરાજ બનીને ત્રાટકતા આ ઢોરથી શહેરીજનો રીતસર ફફડી રહ્યા છે. રજવાડી શહેરમાં પશુપાલકોએ રસ્તે રઝળતાં મૂકી દીધેલાં આ ઢોરથી પ્રજા કેવી ત્રાહિમામ છે. એની વધુ એક સાબિતી મળી કિશનવાડી વિસ્તારમાં. જ્યાં રખડતા ઢોરે 55 વર્ષીય મધુ બારોટ નામની મહિલાને અડફેટે લીધાં જેને કારણે તેમને માથામાં 9 ટાંકા આવ્યા છે. લોકોમાં આક્રોશ છે, તો બીજી તરફ ઘટનાને લઇ કોર્પોરેશનના વિપક્ષ નેતા અમી રાવતે પણ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. જોકે તેની સામે વડોદરાના મેયરે ગૌપાલકો પર આક્ષેપ કરતાં આવા ગૌપાલકો વિરૂદ્ધ પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું.

એવું તો છે જ નહીં કે આ એકલ દોકલ ઘટના છે. સતત અને નિયમિત આ પ્રકારની ઘટનાઓ વડોદરામાં બનતી રહે છે. કોર્પોરેશન પાસે આવી ઘટનાની નોંધ ન હોય તો આ રહી એ યાદી.

વડોદરામાં ઢોરના ત્રાસની ઘટનાઓ

  1. 10 મે – વાઘોડીયા રોડ પર ઢોરની અડફેટે યુવકે ગુમાવી આંખ
  2. 22 મે – સમા સાવલી રોડ પર બાઇક સવાર ઘાયલ
  3. લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
    ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
    આજનું રાશિફળ તારીખ : 28-11-2024
    કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
    Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
    Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
  4. 23 મે – પાદરામાં એક વ્યક્તિને ઢોરે લીધો અડફેટે
  5. 24 મે – અલકાપુરીમાં વાહનચાલકને ઢોરે લીધો અડફેટે
  6. 24 મે – કોયલી ગામમાં પરિવાર પર ઢોરને હુમલો
  7. 24 મે – 9 વર્ષની બાળકી આંખના ભાગે 7 ટાંકા
  8. 27 મે – નિઝમપુરામાં ગાયની અડફેટે વૃદ્ધને હાથમાં ફ્રેક્ચર
  9. 3 જૂન – પાદરામાં ઢોરને બચાવવા જતા એક વ્યક્તિનું મોત
  10. 24 જૂન – કિશનવાડી વિસ્તારમાં મહિલાના માથામાં 9 ટાંકા આવ્યા

રખડતા ઢોરને પાંજરે પૂરવા પાલિકાએ કાર્યવાહી કરી છે, પણ હકીકત તો તમારી સામે જ છે. લોકોની મુશ્કેલીમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી. તો એવી કાર્યવાહીનો અર્થ ખરો ? આ પીડા તો એને જ ખબર હોય જેની પર કે જેના પરિવાર પર વીતી હોય.

આ પીડિતના પરિવારની વ્યથા છે જે અધિકારીઓ કે શાસકોને ખબર નહીં પડતી હોય અને ખબર પડતી હોય તો કોઈ મજબૂરીવશ તેનો ઉકેલ નહીં લાવતા હોય. બાકી છાશવારે બનતી આવી ઘટનાઓ છતાં કડક પગલાં કેમ નથી ભરાતા ? એ સવાલ અહીંના લોકો પૂછી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">