વિદેશ જતા મુસાફરો માટે સારા સમાચાર, Vadodara એરપોર્ટને કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા માટે મળી લીલીઝંડી

વડોદરા એરપોર્ટ પર વધુ એક આંતરરાષ્ટ્રીય સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાની વડોદરા મુલાકાત દરમિયાન આ ભેટ આપી હતી. વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને હવે અહીંથી તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે.

વિદેશ જતા મુસાફરો માટે સારા સમાચાર, Vadodara એરપોર્ટને કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા માટે મળી લીલીઝંડી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 4:01 PM

વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને લીલીઝંડી મળી છે. જેથી હવે વિદેશ જતાં હજારો મુસાફરોને તેનો લાભ મળશે. વડોદરા એરપોર્ટ પર વધુ એક આંતરરાષ્ટ્રીય સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાની વડોદરા મુલાકાત દરમિયાન આ ભેટ આપી હતી.

આ પણ વાંચો : Vadodara : ઓર્ગેનિક ખેતીની બોલબોલા ! ખેડૂતે ઈન્ટરનેટની મદદથી હળદળની ખેતી દ્વારા લાખોની કરી કમાણી

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આ રાજપત્રને સ્વિકારીને જાહેર કર્યો હતો. વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને હવે અહીંથી તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે. જો કે ઉલ્લેખનીય છે કે વડોદરાથી એક પણ વિદેશની ફ્લાઇટ ઓપરેટ થતી નથી. કારણ કે વડોદર એરપોર્ટ પરનો રનવે ટૂંકો હોવાથી કેનેડા કે અમેરિકાની મોટી ફ્લાઇટ લેન્ડ થઈ શકતી નથી, એરપોર્ટની એક તરફ હાઈવે તો બીજી તરફ સોસાયટી આવેલી છે. જેથી ટૂંકો રન-વે હવે હાઇવે અને રહેણાકની વચ્ચે અટવાયો છે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

ઇન્ટરનેશલ અને કસ્ટમ એરપોર્ટ વચ્ચેનો તફાવત

જો કોઈ એરપોર્ટ ઇન્ટરનેશલ કક્ષાનું એરપોર્ટ હોય તો તેમાં વિદેશી એરલાઇન કંપનીઓ ઓપરેટ કરે છે. જેના કારણે ડોમેસ્ટિક એરલાઇન્સ અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ વચ્ચે હરીફાઈ થાય છે. આખરે તેનો ફાયદો મુસાફરોને થાય છે. મુસાફરી કરતા લોકોને આ હરિફાઈનો ફાયદો ભાડામાં અથવા તો ખાસ પ્રકારની સુવિધા મળે છે. જો કોઈ એરપોર્ટ કસ્ટમ દરજ્જાનું હોય જેમ કે સુરત એરપોર્ટ છે તો અહીંથી માત્ર ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓ દ્વારા જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થાય છે. જેમ કે સુરત-શારજાહ ફ્લાઇટ એર ઇન્ડિયા ઓપરેટ કરે છે.

રાજકોટને એપ્રિલ મહિનામાં મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ

રાજકોટ પાસે 1400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ (Greenfield Airport) ની કામગીરીની 90 ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ જશે. ત્યારે હવે રાજકોટની ભાગોળે તૈયાર થઇ રહેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આગામી એપ્રિલ મહિનામાં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ થઇ શકે છે. એરપોર્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">