Vadodara : રખડતી રંજાડનો ત્રાસ યથાવત, 79 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
શહેરના મંગલેશ્વર ઝાપા નજીકથી જઈ રહેલા 79 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા હાથ તથા મહોના ભાગે ગંભીર ઇજા થઈ છે. હાલ ખુદાબક્ષ અન્સારી નામના વૃદ્ધને નજીકની ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.
વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક વૃદ્ધ પર રખડતા આખલાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. શહેરના મંગલેશ્વર ઝાપા નજીકથી જઈ રહેલા 79 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા હાથ તથા મહોના ભાગે ગંભીર ઇજા થઈ છે. હાલ ખુદાબક્ષ અન્સારી નામના વૃદ્ધને નજીકની ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે વૃદ્ધને ચહેરા પર આંખના ભાગે ગંભીર ઇજા પહોંચી છે, જો કે સદનસીબે આંખ બચી ગઈ છે.
વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા
ગુજરાત હાઇકોર્ટની ફટકાર અનેક નિર્દોષ લોકોના મોત, અનેક નિર્દોષ લોકો ઇજાગ્રસ્ત. પણ હજી રસ્તા પર રખડતી રંજાડની સમસ્યા ઠેરની ઠેર છે. અમદાવાદ શહેરમાં હજી પણ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. રખડતા ઢોરની સમસ્યાને જાણવા અમદાવાદ શહેરમાં TV9 રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં શહેરના જમાલપુર અને હાટકેશ્વરના રસ્તાઓ પર હજુ પણ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે.
જાહેર માર્ગો પર રખડતા ઢોરને લઈને કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. સ્થાનિકો કોર્પોરેશન પર આક્ષેપ લગાવી રહ્યા છે કે શું કોર્પોરેશન માત્ર કાગળ પર ઢોરની સમસ્યાથી છૂટકારો આપવાની વાત કરે છે. કોર્પોરેશન મોટા મોટા બણગા ફૂંકે છે પણ આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે.