AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : ઓર્ગેનિક ખેતીની બોલબોલા ! ખેડૂતે ઈન્ટરનેટની મદદથી હળદળની ખેતી દ્વારા લાખોની કરી કમાણી

ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યા છે,ત્યારે શિનોરના બરકલ ગામમાં એક પાટીદાર ખેડૂતે ઓર્ગનિક રીતે હળદળની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે.

Vadodara : ઓર્ગેનિક ખેતીની બોલબોલા ! ખેડૂતે ઈન્ટરનેટની મદદથી હળદળની ખેતી દ્વારા લાખોની કરી કમાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 2:13 PM
Share

આજકાલ ઓર્ગેનિક ખેતીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યા છે. આ ખેતીમાં કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સંપૂર્ણપણે ઉપયોગ થાય છે, ત્યારે વડોદરાના શિનોરમાં પણ કંઈક આવુ જ જોવા મળ્યુ. શિનોરના બરકલ ગામમાં એક પાટીદાર ખેડૂતે ઓર્ગનિક રીતે હળદળની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે.

 9 મહિના જેટલા સમયમાં તૈયાર થયો પાક

માહિતી મુજબ શિનોરના બંકિમ પટેલ નામના ખેડૂતે અંદાજીત છ એકરમાં ઓર્ગનિક હળદરની ખેતી કરી,જેમાં અંદાજીત 9 મહિના જેટલો સમય લાગ્યો હતો. મહત્વનું છે કે એક એકરમાં 400 કિલો હળદરનું ઉત્પાદન થયુ હતુ અને જેના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં આ ખેડૂતે લાખોની આવક મેળવી.

આપને જણાવી દઈએ કે,દર વર્ષ માવઠા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પારાવાર નુકશાન થતુ હોય છે, પરંતુ આ ઓર્ગેનિક હળદળની ખેતીમાં છોડ 2 ફૂટ નીચે હોય છે, જેના કારણે બહારના વાતાવરણની તેના પર કોઈ જ અસર થતી નથી, જેથી આ પ્રકારની ખેતી કરીને ખેડૂતો તેના મહામુલા પાકની સારી એવી આવક મેળવી શકે છે.

બહારના વાતાવરણની પણ નથી થતી અસર

મહત્વનું છે કે બજારમાં મળતી અનેક કંપનીની હળદરમાં ભેળસેળ હોય છે. એવામાં આ ખેડૂતે ખેતરમાં પકવેલી ઓર્ગેનિક હળદરના પેકિંગ સાથે બજારમાં મળતી હળદરથી પણ ઓછા ભાવ લઈ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યા છે.મહત્વનું છે કે બજારમાં 280 થી 350 રૂપિયા સુધી એક કિલોનો હળદરનો ભાવ હોય છે. પરંતુ આ ખેડૂતો દ્વારા 220 રૂપિયાના કિલોએ વેચી રહ્યા છે અને પણ સંપૂર્ણ રીતે ભેળસેળ વિનાની.

ઓર્ગનિક ખેતીમાં કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સંપૂર્ણપણે ઉપયોગ થાય છે. આ ખેતી લાંબા સમય સુધી કરી શકાય છે, તેમજ તેની કિંમત ઓછી છે તેમજ તેની પ્રોડક્ટ્સ પણ મોંઘી છે. જેથી ખેડૂતોને સીધો ફાયદો થાય છે.તો સજીવ ખેતીને ટકાઉ બિઝનેસ મોડલ તરીકે વિકસાવી શકાય છે. ઘણા ખેડૂતો આ કરવા માટે આગળ આવી રહ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">