Gujarati Video : વડોદરામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, 15 લોકોની અટકાયત, જુઓ Video
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ મામલો થાળે પડી ગયો છે.ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે રામજીના યાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું.રામનવમી નિમત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે બોલાચાલી થઈ હતી.
વડોદરાના ફતેપુરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે . જેમાં પાંજરીગર મહોલ્લામાં વડોદરા પોલીસે કોંમ્બિગ હાથ ધર્યું છે. આ કોમ્બિંગમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા છે. તેમજ દરેક ઘરમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધી 15થી વધુ આરોપીઓની અટકાયત કરી છે.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ મામલો થાળે પડી ગયો છે.ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે રામજીના યાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું.રામનવમી નિમત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે બોલાચાલી થઈ હતી. જો કે, તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.એક તરફ રમઝાન ચાલી રહ્યા છે.
બીજી તરફ રામનવમીની શોભાયાત્રા થવાની ત્યારે પુરતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.જેથી ઘર્ષણ વખતે જ પોલીસે મોરચો સંભાળી લીધો.ગણતરીની મિનિટોમાં જ તોફાની ટોળાઓને વિખેરી દેવાયા હતા.પોલીસે પણ લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી છે.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો છે. તેમજ તોફાની તત્ત્વોને ભગાડયા છે.વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.
જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…