Vadodara : જૂના જમાનાને આધુનિક જમાના સાથે જોડવા માટે પુસ્તકો સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તેવી જ રીતે ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરીઓ (Library) માંની એક વડોદરાની ‘મુક્તિ કમલ મોહન જૈન જ્ઞાનભંડાર (Mukti Komal Mohan Jain ) હવેથી સપ્તાહમાં એક વાર બધાજ માટે ખુલ્લી મૂકવામાં આવશે. દર રવિવારે ખુલ્લી મૂકતી આ પુસ્તકાલયમાં સૌ કોઈ વાંચન પ્રેમી આ દુર્લભ પુસ્તકોની લાભ મેળવી શકશે.
જાણકારી માટે આપને જણાવી દઈએ કે આ લાઇબ્રેરીમાં માત્ર તેના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે. પરંતુ દર રવિવારે કોઈ પણ વાચક આ લાઇબ્રેરીનો લાભ લઈ શકશે. આ લાઇબ્રેરીમાં 140000 થી પણ વધારે જૂના પુસ્તકોનો સંગ્રહ છે. આ 92 વર્ષ જૂનું પુસ્તકાલય રોપૂરામાં આવેલા કોઠીપોલ જૈન મંદિર ઉપર આવેલું છે.
રવિવારે લાઇબ્રેરી બધા માટે ખુલ્લી રહેશે
લાઇબ્રેરીના મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશ શેઠ જણાવે છે કે રવિવારે બધા માટે લાઇબ્રેરી ખોલવાનો એક માત્ર ઉદ્દેશ્ય છે કે બને તેટલા વધુ લોકો સુધી જ્ઞાન પહોંચે. મોટાભાગના લોકોને રવિવારએ નવરાશના માટે અનુકૂળ સમય હોય છે જેથી વધુ ને વધુ લોકો આનો લાભ લઈ શકશે.
કેવા છે લાઇબ્રેરીમાં પુસ્તકો ?
14000થી પણ વધારે પુસ્તકો ધરાવતી આ લાઇબ્રેરીમાં અલગ અલગ ભાષા જેમ્ કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, અને પ્રાકૃત ભાષામાં અલગ અલગ વિષય પરના પુસ્તકો છે. ધર્મ, ઇતિહાસ, દર્શન, પશુ વિજ્ઞાન, જેવા વિષયો પર પુસ્તકોનો સરસ સંગ્રહ અહી જોવા મળે છે. વર્ષો જૂના દુર્લભ હસ્તલિખિત પાંડુલિપિના પુસ્તકો પણ અહી ઉપલબ્ધ છે.
જુનવાણી ફર્નિચર આપે છે રેટ્રો લુક
આ 92 વર્ષ જૂની લાઇબ્રેરીનું ફર્નિચર પણ જુનવાણી જ જાળવી રાખ્યું છે. સુંદર નકશી કામ કરેલા લાકડાના કબાટમાં સાચવેલ પુસ્તકો લાઇબ્રેરીને રેટ્રો લુક આપે છે. 83 વર્ષના સુરેશ શાહ પોતાના બચપણની વાતો વાગોળતાં કહે છે પોતે પોતાના પિતા સાથે અહી આવતા હતા અને જ્યારે જ્યારે પણ અહી આવે છે ત્યારે ત્યારે તેની જૂની યાદો તાજી થઈ જાય છે અને નાનપણની અહી મૂલકતોએ જ વાંચનનો શોખ કેળવ્યો છે.
Published On - 2:22 pm, Sun, 31 January 21