Vadodara: સ્વચ્છતા અભિયાનની જાહેરાત, પણ ડમ્પિંગ સાઇટ ફૂલ! દરરોજ ઠલવાય છે આટલા મેટ્રિક ટન કચરો

Vadodara: સ્વચ્છતા અભિયાનની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પણ વડોદરામાં ડમ્પિંગ સાઇટ જ ફૂલ હોવાનું જોવા મળી રહ્યું છે. દિન પ્રતિદિન શહેરના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે.

Vadodara: સ્વચ્છતા અભિયાનની જાહેરાત, પણ ડમ્પિંગ સાઇટ ફૂલ! દરરોજ ઠલવાય છે આટલા મેટ્રિક ટન કચરો
vadodara dumping site
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 6:55 AM

Vadodara: મેયરે મોટા ઉપાડે સ્વચ્છતા અભિયાનની (Swachhata Abhiyan) જાહેરાત તો કરી નાખી. પરંતુ શહેરમાંથી દરરોજ નીકળતો કચરો અને તેના નિકાલની રીત સામે અનેક શંકા-કુશંકા છે. સ્વચ્છતા અભિયાનની જાહેરાત સામે ડંપિગ સાઇટના દ્રશ્યો ઘણા વિકરાળ અને ગંભીર છે. સ્વચ્છતા અભિયાનની જાહેરાત બાદ હવે શહેરમાંથી ભેગા થતા કચરા અને તેના નિકાલનું ગણિત સમજીએ.

વડોદરામાંથી હાલ દરરોજ 1050 મેટ્રિક ટન કચરો ઉઘરાવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં 42 લાખ મેટ્રિક ટનથી વધારે કચરો ડમ્પિંગ સાઇટ ખાતે ઠાલવવામાં આવ્યો છે. જ્યારે કે, ડમ્પિંગ સાઇટની મર્યાદા 4 લાખ મેટ્રિક ટનની જ છે. એટલે એક વાત તો સાબિત થઇ કે, શહેરભરનો કચરો જ્યાં ઠાલવવામાં આવે છે, તે ડમ્પિંગ સાઇટ જ ફૂલ છે. કચરો એ હદે ડુંગરનું સ્વરૂપ લઇ રહ્યો છે કે શહેરના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઉભુ થયું છે.

અટલાદરા બાદ હાઇવે પર શહેરના છેવાડે જ્યારે જાંબુઆ ખાતે વર્ષ 2010 માં ડમ્પિંગ સાઇટ ઉભી કરવામાં આવી, ત્યારે આ ડમ્પ સાઇટ 20 વર્ષ સુધી ચાલશે તેવો દાવો કરાયો હતો. પરંતુ માત્ર 10 વર્ષમાં જ ડમ્પિંગ સાઇટની 4 લાખ મેટ્રિક ટનની મર્યાદા સામે 42 લાખ મેટ્રિક ટનથી પણ વધારે જથ્થો અહીં ઠલવાઇ ચૂક્યો છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

જ્યારે મેયરને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે બાયો ડિમેટિશન પદ્ધતિથી જાંબુઆ ડમ્પિંગ સાઇટની લેન્ડ ફિલ એટલે કે ભરાવ ક્ષેત્રમાં ઘટાડો થાય તેવા પ્રયાસો શરૂ હોવાનું કહ્યું.

સ્વચ્છતા અભિયાન વચ્ચે જો ડમ્પિંગ સાઇટ ક્લિઅર થાય તો જ કાયમી અને નક્કર સમાધાન મળી શકે છે. પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણની મોટી મોટી વાતો વચ્ચે, જે રીતે કચરાનો ઢગ ઊંચે જઇ રહ્યો છે. તેનાથી જમીનના તળમાં પણ પ્રદૂષણ ફેલાયા છે, જેનાથી શહેરના પર્યાવરણપ્રેમીઓ ચિંતિત થયા છે.

આ પણ વાંચો: Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીમાં ‘યુથ પાર્લામેન્ટ’ મળી, ચર્ચા કરવામાં આવી નવી શિક્ષણ નીતિ પર

આ પણ વાંચો: સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, રાયગઢ કિલ્લાની મુલાકાત લઈને છત્રપતિ શિવાજીને શ્રદ્ધાંજલિ આપશે

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">