માવઠાએ માઝા મૂકી: રાજ્યના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, ખેડૂતો માટે જાહેર કરાઈ આ માર્ગદર્શિકા

|

Dec 01, 2021 | 8:46 AM

Gujarat Weather: રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ પડ્યો છે. સવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી અસર જોવા મળી હતી.

માવઠાએ માઝા મૂકી: રાજ્યના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, ખેડૂતો માટે જાહેર કરાઈ આ માર્ગદર્શિકા
Rain in winter (File Image)

Follow us on

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી (Weather Forecast) પ્રમાણે રાજ્યમાં વહેલી સવારથી જ માવઠાની (Unseasonal Rain) અસર જોવા મળી રહી છે. શિયાળામાં વરસાદ (Rain in winter) પડવાના કારણે શિયાળામાં ઠંડીનો ચમકારો વધવાની ભીતિ સર્જાઈ છે. ચાલો તમને જણાવી દઈએ રાજ્યમાં 1 ડિસેમ્બર વહેલી સવારે ક્યાં ક્યાં વરસાદ નોંધાયો.

તો મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ પડ્યો છે. સવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી અસર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો. આ તરફ માવઠાની અસર અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં જોચાં મળી છે. રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે વરસાદ નોંધાયો છે. જણાવી દઈએ કે કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વહેલી સવારે અમદાવાદમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ગામડાઓમાં પણ ધીમો વરસાદ જોવા મળ્યો. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સુભાષબ્રિજ, વસ્ત્રાપુર, રાણીપ, ઈન્કમ ટેક્સ, પાલડી સહિતના વિસ્તારમાં માવઠું વરસ્યું. સવારના 5.30થી 6 સુધીના અડધા કલાકમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

માર્ગદર્શિકા જાહેર કરાઈ

બીજી તરફ ખેડૂતોએ વાવેલા પાકને નુક્સાન ન થાય તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ખેતિવાડી વિભાગે ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માર્ગદર્શિકા જાહેર કરી છે. બીટી કપાસમાં જીંડવા ફાટેલા હોય તો કપાસ વીણીને તાકીદ કરવી. કપાસને સલામત જગ્યાએ રાખવો. ચણા, ઘઉં, રાઈ કે અન્ય મરીમસાલા પાકમાં નવીન વાવેતર હોય તો તેવા પાકમાં વરસાદી પાણી ન ભરાય તે માટે ક્યારા તોડીને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી. જેથી પાણી ભરાવાના કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા નિવારી શકાય.

કમોસમી વરસાદના સંજોગ જણાય તો શાકભાજી સહિતના ઉભા પાકમાં પિયત ટાળવું. યુરિયા જેવા રાસાયણિક ખાતરો આપવાનું ટાળવું. ઉભા પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ ટાળવો. ખેડૂતોએ શાકભાજી કે પોતાનો ઉત્પાદિત થયેલો પાક સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. APMCમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. વેચાણ માટે લઈ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકીને જ લઈ જવી. ખેતર કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી. પશુઓના ઢાળિયા, કાચા શેડ વ્યવસ્થિત રાખવા, પવનમાં ઉડી ન તાય તે સુનિશ્ચિત કરવું.

 

આ પણ વાંચો: Mandi: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6465 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો: Big News: રત્નમણિ ગ્રૂપમાંથી અધધધ બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ, IT વિભાગે બોલાવ્યો સપાટો

Published On - 8:35 am, Wed, 1 December 21

Next Article